________________
૧૫૧
પરમાત્મા પ્રણમી વિચર્યા, અનુક્રમે સુરત માંહી; સંઘ સકલ ગુણવંત ગુરૂને, વદે અધિક ઉછાહ જી. ધ. સત્ય સંઘાડી શુભ આચારી, ગીતારથ ગુણખાણીજી; જાણી આચારજ બહુ, આદરમાન દીએ મન આણજી. ધ. ૩ સઈબપુર માંહે દિન કેતા, રાખે સંઘ સુજાણ; નદીસર અઠાઈ મહેચ્છવ, કીધો બહુ મંડાણજી. ધ. ૪ જિનશાસન ઉદ્યત થયો છે, તે મુખ નવિ કહેવાયજી; સુરત મંડન પાસપ્રમુખ જીન, નિરખીત હરખીત થાયજી. ધ. ૫ શ્રાવક સહીત ગુરૂ ગંધારે, વંદે વીર છણંદજી; આમોદ જબુસરમાં જિનવર, પ્રણમે પરમાણંદજી. ધ. ૬ તિહાંથી પાદરા નયર પધારીયા, શુભ દિવસે શુભ વારજી; વાસુપૂજ્ય જિનરાજ નમંતા, હવે હરખ અપારજી. ધ. ૭
ઢાલ ૧૪ મી. સેહલાની સંવેગી ગુરૂ માસું રહ્યારે, સંઘને હરખ અપાર; જિમ મરૂથલના જનને ઉપજે રે, પામી તરૂ સહકાર.
' હું બલીહારી રે, જાઉં ગુરૂ તણી રે. સંઘ કહણથી વાંચે ગુરૂ ભલા રે, ભગવતિસૂત્ર વખાણ; પૂજે ગાતમ નામ બદામયું રે, શ્રાવક દેય સુજાણ. હું. સજજન ગીતારથ જન વાલહા રે, કરતા ભવિ ઉપગાર; વયણ સુધારસ વરસે વીરનાં રે, જિમ પુષ્કર જલધાર. હું. ૩ દિનકી દિનકી કિરણ રે, ભરવિસ્તારથી રે, થાપે જગ ઉત; તિમ ગુરૂ જ્ઞાની રે વચન પ્રકાશથી રે, પ્રગટે સમકિત જેત. હું. ૪ ભાવદયાકર શ્રતધારક સદા રે, જ્ઞાનીકૃત ગુણ જાણ; નિત્ય પ્રત્યે જે ગુરૂ નિશિ પાછલી રે, કરતાં નવ પદ ધ્યાન હું. ૫ આઠ દીવસ ધીરથી કાયલું રે, પણ ગુરૂ જ્ઞાનમાં લીન; સાવધાન થઈ રવામી સાંભળે રે, આરાધન પતાકા પઈન. હું. ૬ નદ ધિ મુનિ ચંદ સંવછરે રે, શુદી દસમી કજવાર; શ્રાવણ માસે સાવધાનપણે રે, થયા દેવાંગત સાર. હું. ૭ ગુરૂવિરહે હૃદયમાં ઉપનું રે, દુખ તેહનું નહી માન; સંઘ સકલ નયણે આંસું ભરે રે, જાણી ગુરૂ નિર્વાણ. ૯. ૮
૧ મરૂભૂમિ-કે જ્યાં કંઈ ઉગે નહિ તેવી જમીન. ૨ આંબે. ૩ રાતે.