________________
કાવી તીરથ ભેટતાં, આણંદ અંગ ન માયા રે , જબૂસર નગરે જઈ, પદ્મપ્રભુ ગુણ ગાયા રે. ભરૂચથી મુનિસુવ્રત નમી, સુરત પેરે સરજાવે રે; સંઘ સકલ સન્મુખ તદા, ગાજત વાજતે આવે છે. અતિ મોટે આડંબરે, ઉપાસરે પધરાવે રે; તવ ગેરી કરે ગુહલી, મોતીડે વધાવે રે. ભેટે પાસ ધરમ સદા, કરે આગમ ગ્રંથ અભ્યાસ રે; સંઘ તણી અનુમતે રહ્યા, સંવત આસીએ ચેમાસું રે. વિ. પર્વ પજુસણ આવીઆ, ગુરૂ ભાખે મધુરી વાણું રે;
અમાર પળ ભવિ જના, મુકાવે જલચલ પ્રાણ રે. વિ. નવ વખાણ સુણે કલ્પના, જિનવર પૂજા વિરચાવે રે, સ્વામી ભગતિ પ્રભાવના, ગુરૂને જસ દશ દશ ગાવે રે. વિ. ૯ સુરત સંઘ રાગી ઘણે, કહે બીજે કરે ચોમાસું રે, ગુરૂ કહે મુનિ મારગ નહીં, તિણે અમે વિહાર કરેણ્યું વિ. ૧૦ વ્રત પચખાણ થયાં ઘણાં, વલી ઉછવના બહુ ઠાઠે રે. માણેકચંદ આગ્રહ થક, રહ્યા વાડીમાં દિન આઠ રે. વિ. ૧૧ સ્વામી વહેલા પધારજો, અમ ઉપર કરી સુપાયે રે; ચાતક મેહ તણી પેરે, તુમ વિરહે છે દુખદાયે રે. વિ. ૧૨ ગુણવંત ગરીબનિવાજ છે, તમે સેવક સનમુખ જે રે, એકવાર કિરપા કરી, સામી સુરત પાવન કરજો રે. ' વિ. ૧૩ ઈણી પેરે અરજ ઘણું કરી, પાછા વળતાં દુઃખ પાવે રે, ગ્રામ નગરપુર વિચરતા, ગુરૂજી જબુસર આવે રે. વિ. એહ ચોમાસું ઈહાં કરે, એમ શ્રાવક કરે અરદાશો રે ગુરૂએ પણ માની વિનતિ, તવ પામે બહુ ઉલ્લાસ રે. વિ. ૧૫
દુહા શ્રી ખીમાવિજ્ય ગુરૂ કહણથી, શ્રી જિનવિજ્ય પન્યાસ રાજનગર પધારીઆ, સંઘની પુગી આસ. હવે ગુરૂરાજને વિનતિ, લખે સંઘ સમુદાય; રાજનગર પધારીએ, તુમ વિરહ ન ખમાય. ૧ અમારિ પડહ-એટલે કેઈ જીવ ન મારે તે પડો વજડાવો.