________________
થયા. ૧૯૦૩ માં રાયપુર મિલ કરી કે તેના શેરે બે ત્રણ દિવસમાં જ ભરાઈ ગયા.
જેને સેવા–મહૂમ માયાભાઈ પ્રેમાભાઈ નગરશેઠના મરણ પછી ચીમનભાઈ નગરશેઠ નાના હોવાથી આ શેઠને સૌથી લાયક નર તરીકે આણું. દજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ તરીકે ચુંટવામાં આવ્યા. તેમના વખતમાં પાલીતાણામાં શત્રુજ્યપર બુટ ન પહેરવા, તથા ધર્મશાળા વગેરેની ખટપટ થઈ. તેમાં લાલભાઈ શેઠે ઉત્તમ સેવા બજાવી હતી. રાણકપુર અને જુનાગઢના તીર્થોની પેઢીને વહીવટ આણંદજી કલ્યાણજીની પેઢીએ હસ્તમાં લીધે. આ સર્વને હિસાબ દરેક જૈનને બતાવવાના મતવાળા, બાહોશ અને કુશળ નર હતા.
સ્વર્ગસ્થ સન ૧૮૦૩ થી ૧૦૦૮ સુધી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના જનરલ સેક્રેટરી હતા; તે પદ તેમણે અનેક મહેનત અને જહેમત વેડી સંતોષકારક રીતે બજાવ્યું હતું. ભાવનગરની કેન્ફરન્સમાં ત્યાના દિવાન વગેરેને આગ્રહ થયા છતાં પણ સેક્રેટરી તરીકેની પદવીનું રાજીનામું આપ્યું. તેનું કારણ તેમને એટલો બધો વ્યવસાય હતો કે પોતે ગમે તેટલું ધ્યાન આપી કાર્ય સારી રીતે કરતા છતાં ઓછું થાય છે અને બરાબર વખતને ભોગ અપાતું નથી એમ તેમને લાગ્યું હતું.
સને ૧૯૦૮ માં સમેતશિખર (પાર્શ્વનાથ) ડુંગર ઉપર બંગલા થવાની તૈયારી હતી, તે માટે બંગાલના લે. ગવર્નર પાસે ડેપ્યુટેશનમાં માતુશ્રી ગ. ગાબાઈની રજા લઈ ગયા હતા અને ત્યાં હાથને અકસ્માત થયું હતું, છતાં પણ તીર્થની રક્ષાને પ્રાધાન્ય પદ આપી તેની ઉપેક્ષા જ કરી હતી. ધન્ય છે આવા કર્મ વિરને !
ધર્મપર પૂરી શ્રદ્ધા હતી. હમેશાં સામાયિક કરવાનું કદી પણ ચૂકતા નહિ, ધર્મનાં પુસ્તકો વાંચતા, વ્યાખ્યાન શ્રવણ કરતા, માતુશ્રી ગંગાબાઈને પૂજ્ય તીર્થ સ્વરૂપ માનતા, અને પૂજતા તેમની આજ્ઞા એ તેમને ધર્મ હતે. પિતાના પુણ્યાર્થે શ્રી અમદાવાદ રતનપોળમાં ધર્મશાળા, અને માતુશ્રીના નામે ઝવેરીવાડામાં જૈન કન્યાશાળા સ્થાપી છે. કાર્ય કરવું, બસ કરવું એજ તેમનું જીવન હતું. પ્રવૃત્તિમય જીવનમાં બીજી કશાની દરકાર કરતા નહિ. સવારથી તે રાતના ૧૧ વાગ્યા સુધી કામ કરતા; રાત્રે માતુશ્રીને પગે લાગી પગ ચાંપી સતા. ધન્ય છે આવા શ્રીમંત સુપુત્રોને ! આજના કેળવણી પામેલા