________________
દલપતભાઈ તથા ગંગાબ્લેન એ ત્રણેનાં જીવનચરિત્ર પણ લક્ષ આપવા યોગ્ય છે. શેઠ દલપતભાઈ તે શેઠ ભગુભાઈના પુત્ર હતા. પ્રથમ તેમની સ્થિતિ સામાન્ય હતી, પરંતુ પછી શ્રીમદ્ નેમસાગરજી મહારાજના આ શિર્વાદથી લક્ષાધિપતિ થયા હતા. તેઓએ ઉત્તમ મુનિવરોનાં, જેવા કે શ્રીમદ્
મસાગરજી મહારાજ, શ્રીમદ્ રવિસાગરજી મહારાજ, શ્રીમદ્ બુરાયજી મહારાજ, શ્રીમદ્ આત્મારામજી મહારાજ, વગેરેનાં વ્યાખ્યાન સાંભળ્યાં હતાં શેઠ દલપતભાઈએ શ્રી સિદ્ધાચલ ડુંગરની આશાતના ટાળવા માટે બહુ પ્રયત્ન કર્યો હતો, અને તીર્થયાત્રા, સંવ, દેવ, ગુરૂ વગેરે બાબતમાં હજારો રૂપિયા ખર્ચ્યા હતા. શેઠ દલપતભાઈ પોતાની પાછળ ત્રણ પુત્ર મૂકી ગયા. ૧ લાલભાઈ ૨ મણિભાઈ, ૩ જગાભાઈ. શેઠ લાલભાઈ જૈનોમાં મહાન સ્તંભરૂપ હતા અને આખી જૈન કેમને શેમાં ગિરફતાર મૂકી હમણાંજ-આ વર્ષમાં જ સ્વર્ગવાસ પામ્યા છે. આમના વિષે થોડુંક ઉપર કહી ગયા છીએતેમનું ટુંક જીવન ચરિત્ર આ સાથે આપીએ છીએ.
શેઠ લાલભાઈ દલપતભાઈ, - શેઠ લાલભાઈને જન્મ સન ૧૮૬૩ ના જુલાઈની ૨૫ મી તારીખે થયું હતું. જન્મ થતાંજ બે વર્ષે પોતાના પિતાની સાધારણ સ્થિતિ હતી, તેમાંથી અચાનક ફેરફાર થઈને લક્ષાધિપતિ થયા. આ કંઈ ઉત્તમ જન્મના સુયોગને લઈને જ લાગે છે !
શેઠ દલપતભાઈએ પછી સટ્ટાને વેપાર બંધ કર્યો-શરાફી પેઢી દલપતભાઈ ભગુભાઈના નામથી ચલાવી જે ગયા વર્ષ સુધી ચાલી. (ગયે વર્ષે પેઢી શેઠ લાલભાઈના ભાઈઓમાં ભાગ પડવાથી જુદે નામે ચાલવા લાગી.) શેઠ દલપતભાઈ વિદ્યાનુરાગી હોવા સાથે ધર્મચુસ્ત હતા. તેમણે પિતાના વંડામાં એક ગુજરાતી શાળા મફત કેળવણી આપવા માટે સ્થાપી, અને પાલીતાણું રાજ્ય સામે સિદ્ધાચલના તીર્થની રક્ષામાં કુહેબાજી ભર્યો ભાગ લીધે; જોયણુમાં મલ્લિનાથ પ્રભુની પ્રતિમા નીકળતાં એ તીર્થ થયું. તેને માટે એક કમીટી નીભાવી વ્યવસ્થા ચાલુ કરી. પિતાના સંસ્કાર પુત્રમાં સારી રીતે પડયા. શેઠ લાલભાઈ સને ૧૮૮૩ માં મેટ્રીક થયા, બીજે વર્ષે એફ. એ. ની પરીક્ષા પાસ કરી. અને પછી ફર્સ્ટ બી. એ. અભ્યાસ ચાલુ કર્યો. તેવામાં પિતાશ્રીની શરીરસ્થિતિ બગડવાથી અભ્યાસ અનિચ્છાએ મૂકે પશે. થોડા વખતમાં પિતા કાળધર્મ પામ્યા.
દુકાનનું કામ ઘણી સરસ રીતે ચલાવવા લાગ્યા. પછી સરસપુર મિલ કરી અને તેમની બાહશીથી ૧૦૦૦ રૂપિયાના શેરને અત્યારે ૨૨૦૦ ભાવ