________________
૫
ના માનવતા ખતાબ હતા કે જે ખિતાબ જહાંગીર બાદશાહ તરફથી તેમના પિતામહના પિતામહ અને તેના પિતામહને શાંતિદાસશેઠને આપવામાં આબ્યા હતા અને તેમને તે ઉપરાંત માગલ શહેનશાહને લશ્કરી કિંમતી મદદ આપવા માટે ખાસ રાજ્યકૃપાના ચિન્હ અર્થે અમદાવાદની એકટ્રાઈ ડયુટી ( જકાત ) વસુલ કરવાના હક મળ્યા હતા અને આ હક બ્રીટીશ સરકાર તરફથી પણ સંમત થયા છે અને તે માટે વાર્ષિક રૂા. ૨૨૦૦ ની રકમ નિષ્કૃત કરવામાં આવી છે. આ બધું વિગતવાર વર્ણન આ પુસ્તકમાં આપેલ છે.
શેઠ ચિમનભાઇ જાહેર પ્રજાના હિતના સવાલામાં ઘણા ઉત્સાહ ભર્યા ભાગ લેતા હતા. સાંસારિક, ધાર્મિક અને કેળવણીને લગતા બધા જૈન સા લાએ તેમનું ખાસ ધ્યાન ખેચ્યું હતુ, તેના પરિણામે અમલનેરમાં મળેલી જૈન પ્રાંતિક કારન્સના પ્રમુખ, અમદાવાદની જૈન ક્રાન્ફરન્સની સ્વાગત કમીટીના પ્રમુખ, અને છેલ્લે સરદાર બહાદુર લાલભાઇના હમણાંજ થયેલા સ્વર્ગવાસને લઇને આણુ દૃષ્ટ કલ્યાણજીની પેઢીના પ્રમુખ થયા હતા, અને તે પહેલાં એક કાર્યવાહક હતા. સાર્વજનિક ખાખતમાં પણ તેમણે અમદાવાદની મ્યુનિ. સીપાલીટીના એક મેંબર અને ગુજરાત કાલેજાડૅના મેમ્બર તરીકે ઉપયાગી સેવા બજાવી છે. સ્વભાવે શાંત, સરલ, વિવેકી અને મિલનસાર હતા; અને પ્રવાસગમનના ઘણા શોખીન હતા. તેમણે આખા હિંદના પ્રવાસ કર્યાં છે.
જૈન કામમાં આ વર્ષે અને ટુ...કમાં-થાડા મહિનામાંજ વીર પુરૂષોની જબરી ખાટ પડી છે. સરદાર બહાદુર શેઠ લાલભાઈ દલપતભાઈના શાકજનક સ્વર્ગવાસના ભણકારા તાજાજ છે તેવામાં એકાએક ગઈ તા. ૨૧ મી આગસ્ટ ૧૯૧૨ ને દીને માત્ર ૨૮ વર્ષની અલ્પ ઉમરે સહજ ખીમારી ભાગવી ચિમનભાઇ શેઠે સ્વર્ગસ્થ થયા છે. તેમને સદ્ગતિ અને શાંતિ પ્રાપ્ત થાઓ !
આ ભલા, સરલ, અને ખાનદાન વીરના સ્વર્ગવાસથી જૈન કામને અને ગુજરાતી સમસ્ત પ્રજાને અત્યંત દુ:ખ થયું છે. અમદાવાદના જાણીતા શહેરી સર ચિનુભાઇની સ્તુત્ય હીલચાલથી એમના સ્મારક તરીકે ટાઉન હોલ ખાંધવાની હીલચાલ પણ થઈ છે. આ હીલચાલથી તુરતજ રૂ. (૨૫૦૦૦ )ની રકમ ભરાઇ ગઇ છે.
શાંતિદાસ શેઠના વશો બહુ મહેાળા વિસ્તારમાં ફેલાયા છે, તે તેમનું વંશવૃક્ષ જોતાં તુરતજ માલુમ પડે છે. તેમના કુટુંબના ગચ્છ સાગરગચ્છ છે. તે વશજો પૈકી શેઠે ઢલપતભાઈ ભગુભાઈ અને તેમના પુત્ર શેઠ લાલભા