________________
બાળકે! તમે આ પરથી ધડે લેશે? અંતે પિતાના બે ભાઈ (રા. મણિભાઈને જગાભાઈ), ત્રણ બેહને, સ્ત્રી અને બે પુત્રને દુઃખમાં મૂકી આજ વર્ષમાં સને ૧૯૧૨ ના ૫ મી જુન બુધવારે –૪૮ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા. તેમના આત્માને શાંતિ હે !
આ સિવાય શાંતિદાસના કોઈ પણ વંશજોને માટે જાત્રાળુ તરીકે કર પાલીતાણુમાં લેવો નજ જોઈએ તે માટે ચાલું ઠરાવ નવા રૂપમાં અમલમાં રહેવાને પોલીટીકલ એજન્ટે શેઠ શાંતિદાસના વંશજોની વિશાવળી છેવટ સુધીની માગી હતી; જે ઉપરથી આપણે ઉપર જણાવી ગયેલ નં. ૧ વાળી નકલ પુરી પાડવામાં આવી હતી. તેજ રીતે સુરતમાં રહેલા શેઠ શાંતિદાસના ચોથા પુત્ર શેઠ માણેકચંદ કે જેઓનું કુટુંબ હજુ સુધી સુરતમાંજ હયાત છે. તેમના વંશજ શેઠ સરૂપચંદે પિતાને હક કાયમ રાખવાને પોતાની વંશાવળી પુરી પાડેલ છે, જેને લગતો પત્ર વ્યવહાર તથા વંશાવળી આ સાથે જોડેલ છે. જે માટે જુઓ ના નં. - - ૨૭-૨૮ આ ઉપરથી જણાઈ આવશે કે શાંતિદાસ શેઠના એક પુત્ર સુરત ગયા હતા અને ત્યાં તેમને વંશ વિસ્તાર ચાલ્યો છે.
ઉપર જે નકલે સંબંધી જણાવ્યું છે તે નકલે નીચે મુજબ છે –