________________
૧૧૭
સત્યવિજય પન્યાસને એ, નિર્મલ સ પ્રાસાદ, કલશ શિર સહીયે રે, દીઠાં જાયે વિષાદ. શ્રી વિજ્યસિંહ સૂરીશ એ, અંતેવાસી એહ, અમર કલિયુગે થયે એ, વિનયવંત ગુણગેહ. સફલ કી છણે આપણે એ, લાધો નર અવતાર; સંચમ શુદ્ધ પાલીઓ એ, લહેશે ભવને પાર. અવિચલ જશ જેહને થયે એ, ચંદ ચઢાવ્ય નામ; તપે સૂરીય પરે એ, મહીઅલ મહિમા ધામ. નરનારી ભાવે કરી એ, સાંભળજે નિર્વાણ ભણને ગાવજે એ, થાશે કે કલ્યાણ. સત્યવિજય ગુરૂ ગાવતાં એ, થાયે હર્ષ અપાર; કરે ગુરૂ એ સદાએ, શ્રી સંઘને જયકાર. સતર છપને સંવત્સરે, મહાશુદિ દશમી પ્રમાણ નિર્વાણ પચાસને એ થયે, જિનહર્ષ સુજાણ.
- સુ. ૧૨ ઇતિ શ્રી સત્યવિજય નિર્વાણ સંપૂર્ણમઃ
૧ શિષ્ય. ૨ સુરીની પેઠે.