________________
શ્રી પૂરાવજય ગાણ નિર્વાણ રાસ.
દુહા પ્રસ્તાવ, પ્રણમી પ્રેમે પાસ જિન, પુરિસાદાણ દેવ, ચરણકમળ નિત જેહના, સેવે ચઉવિધ દેવ. કમલમુખી કમલે સ્થિતિ, કમલસી કેમલ કાય; વાણી રસ મુજને દીયે, શારદ કરી સુપસાય. ગુણ ગાતાં ગુણવંતના, હવે નિર્મલ બુદ્ધિ દંસણ નાણ શ્રેણું ક્ષપક, અનુક્રમે પામે સિદ્ધ. વીર થકી ત્રેસઠમેં, પાટે પુણ્ય વિશાલ તપગચ્છપતિ વિજયસિંહ સૂરી, નામે મંગલ માલ. તસાદ પંકજ ભ્રમર સમા, સંવેગી શીરદાર; વૈરાગે વ્રત આદરી, સફળ કર્યો અવતાર. જિન શાસન નંદન વને, સુરતરૂ ઉપમ જાસ; પંચમ આરે જગી , શ્રી સત્યવિજય પન્યાસ. તાસ શિષ્ય મુનિ ગુણનિલે, કપૂરવિજય અભિધાન, ગુરૂ સેવી શુભ મતિ સદા, મુનિવર મહિમાનિધાન. કિણી પેરે દિક્ષા આદરી, કિમ ગુરૂ સેવા કીધ; શ્રુતસાગર અવગાહીને, કિમ મહીયલ જસ લીધ. કિમ વસુધા પાવન કરી, કરતા ઉગ્ર વિહાર કિશુપેરે દેવાંગત થયા, તે સુણજ્ય અધિકાર.
ઢાળ ૧ લી,
(છહોની દેશી રાગ મલ્હાર ) પાટણ વર્ણન. જીહ જબુદ્વિપ નામ ભારતમાં, લાલા, સહસ સત્તર ગુજરાત, દેશ સકલ શિરસેહરે, લાલા પાટણ જગ વિખ્યાત.
સુગુણ નર ! સુણ ગુણ ચરિત્ર. ૧ જીહ ગુણવંતના ગુણ સાંભલી, લાલા કીજે કાંન પવિત્ર. સુ.