________________
૧૧૧ દયા મારગ સુધે પાલે, હિંસા કરે મારગ ટાલ. ના. એહવું વચન સુણી સીવરાજે, વલતું કહે મા બાપને કાજે. ના. ૩
સુવિહીતગ૭ શુદ્ધ સામાચારી, જિહાં જિનવર પૂજા હિતકારી. ના. તિહાં હું લઈશ સંયમ માતા, અનુમતિ દે થાએ જિમ શાતા. ના. ૪ વચન કદાગ્રહને અવહેલી, તપગચ્છમાં સંયમ મતિ મેલી. ના. સુતનું મન એકાંત નિહાળી, ભાખે વાણી વીર રસાલી. ના. ૫ સુણી એ આચારજ ગુણ વૃંદા, તેડાઉ વિજયસિંહ સૂરદા. ના. વિજયસિંહ સૂરિનું આવવું. આચારજ ગચ્છનાયક પાસે, આદરી વ્રત નિજ ચિત્ત ઉલ્લાસે. ના. ૬ ઈમ કહી સંઘ પૂછી વીરચંદે, તેડાવ્યા ગચ્છપતિ આણંદ. ના. બહુ પરીવારે પૂજ્ય પધાર્યા, હૃદય કમલ ધરમીનાં ઠાર્યા. ના. ૭ કરિય મહોત્સવ પુર પધાર્યા, સહુ શ્રાવક પાયવંદણ આવ્યા. ના. વીરમદે અંગ જગહ નહીએ, આવ્યું ગુરૂ વંદણ તું મહીયએ. ના. ૮ માહારા આજ મને રથ ફલીઆ, ભવસાયર તારણ ગુરૂ મીલીઆ. ના. સંયમ લેઈ આતમ તારૂં, હવે હું આવાગમણ નિવારૂં. ના. ૯ ધર્મોપદેશ દી મુનીરાયે, સાંભળતાં સહુને સુખ થાઓ. ના. મન શિવરાજ તણે ઉલ્લીઓ, ગુરૂ ઉપદેશ હૈયામાં ધરી ના. ૧૦ શ્રી ગુરૂરાજ હવે મુજ તારે, જન્મ મરણ તણાં દુખ નિવારે. ના. દીક્ષા દઈને શિશા આપે, કર્મ તણાં મુજ બંધન કાપિ. ના. ૧૧ સૂર શીરોમણું તું ઉપગારી, હું તુજ દરસણે બલીહારી. ના. વંછીત આજ હમારા પૂગા, કહે જિનહર્ષ ભલે દિન ઉગા. ના. ૧૨
દુહા
ઈમ કહી શ્રી ગુરૂરાજને ઉઘરી આ શિવરાજ
ઘે મુજને અનુમતિ હવે, સંયમ લઉં હિતકાજ. ૧ દીક્ષા સમારંભ.
સકળ સંઘને તેડાવીએ, વીરચંદ તીણી વાર સ્નાન કરાવી સુત ભણી, હીરાવ્યા સિણગાર. ૨ વરઘોડા કાઢયા ભલા, સાત આઠ પુરમાંહી; ગામ સહુ જમાડીઉં, મનમાં ધરી ઉછાહી. ૩ ૧ સારી વિધિ પાળનાર. ૨ ભવમાં આવવું તે. ૩ ઘેર.