________________
શ્રી વિજ્યદેવસૂરિનિર્વાણ
સ્વાધ્યાય.
જિનવર નવરસ રંગવર, પ્રવચન વચન વસંત; સમરી અમરી સરસતી, સજનજનની સંત. શ્રી ગુરૂકૃપા પ્રસાદથી, વચન લહી સવિલાસ; શ્રી વિજ્યદેવ સૂરીશના, ગાઇએ ગુણગણુને રાસ. ઇડર નયરિ ઉપના, શાહ થિરાહુલ ચંદસીંહ; રૂપાં માંતર માવીયાં, લઘુવય પંડિત લી. વિરાગે દીક્ષા વરી, વિજ્યસેન ગુરૂ પાસ; તરણિ જેમ તસપટ તપે, એહ ગુરૂ ગુણ આવાસ. પાતિશાહ પ્રતિ બૂઝ, જહાંગીર જગજીત; 'મહા તપ પ્રભુનું મહી, પ્રસર્યું બિરૂદ પ્રતીત.
ઢાલ ૧ લી.
સોદાગરની. ચલેરે સહેલી શ્રીગુરૂવંદ વહેલી, વંદે વધારે સુખ વસે પહેલી.
ચલેરે. ૧ ગચ્છાતિ વિચરે મહિઅલ જગતિ ગેલી, પ્રભુજી પધારે તિહાંકણિ ફલિ સુરલી.
ચલેરે. ૨ દેશદેશના નરપતિ રહર પગલેલી, પૂજ્ય પધારે હમ્પરિ સડરિ કરેલી.
ચલેરે. ૩ મધર ગુજર સેરઠ માલવિ ખેલી, દક્ષિણ વિચરે શ્રી ગુરૂ સુરતરૂવેલી.
ચલેરે. ૪ મહમદશાહને વાતૃત વસાહિ, ચરણ ભેટયા ગુરૂના બહુત ઉમાહિ.
ચલેરે. ૫ ગુરૂ ઉપદેશે નરપતિ ગાવિ મેલી, ત્રિભુવન રેલી ગુરૂ ગુણ કીર્તિ વહેલી.
ચલેરે.. ૬