________________
૧૦૨
પંડિતકળા તેહવી નહી મુજમાં, પણ મેં કીધે અભ્યાસજી; શેઠજી રાગ ઘણું મુજ ઉપર, તે કારણ કે રાસજી.
૨૮ અનુભવ તેણે થયે પુરે, જીમ સાંભળ્યાં તિમ ગાયાછે; શેઠાણી હેમાભાઈ સહુએ, સાંભળીને સુખ પાયાજી. મેહરાયને સુંઠ પાડયે, ધર્મ કહી કહી એહજી; અનુભવ છે મુજ ઘટમાંહે, સુણે દષ્ટાંત ભવિ તેજી. મૃગલી જિમ થાયે સિંહ સામી, વચડાં હેતે હજી તિમ માહરે છે શેઠજી સાથે, ધર્મતણ હજી. માહરે તે ગુરૂચરણ પસાયે, અનુભવ તે દિલ માહે; હરવર્દૂન સેવક ખેમ પભણે, રેમ રેમ ઉચ્છાહેજી. રૂષભ અજિત ચિંતામણી વીર, કેસર અચિત કાયાજી; તેહ તણી સાનીધે મેંતે, પુરણ કળશ ચઢાયાજી. પુણ્ય પ્રકાશ રાસ એ નામે, શેઠ ગુણજ ગણાયા; ચાર પ્રભુ તે દરશન કરતાં, છત નિશાન વજડાયાજી. ૩૪ શ્રી રાજનગરને સંઘ સેભાગી, માસું રહ્યા સુખ પાયાજી; ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી અધિકેરી, આણંદ અધિક ઉપાયાછે. ૩૫ જબલગ પૃથવી મેરૂ થીર રહે, જ્યવંતા શશિ ભાણજી; તબલગ રાસ રહો એ અવિચળ, વાંચે ચતુર સુજાણજી. મદઝર સા મગજ મતવાલા, તેજી ઘણું તે જાળાજી; કરહ પાયદલ મંગલમાળા, પામે 'લચ્છી વિશાળજી. ૩૭ સુંદર મંદિર ઝાકઝમાલા, સુરનર સુખ રસાળજી; મહોદય પદવિ પામે અનુક્રમે, પીસ્તાળીશ પૂરણ ઢાળજી. ૩૮
ઇતિશ્રી પુન્યપ્રકાશરાસ, વખતચંદ ગુણ વર્ણન પ્રભાવ લખાવીત. બાઈ ઉજમબાઈ સંવત ૧૯૧૬ ના શ્રાવણ સુદી 2 તથા શુકવારે, લખીકૃત્ય શ્રી પાલીતાણા વાળા શ્રાવક જીવરાજ શ્રી શાંતિનાથ પ્રસાદા.
શેઠના ઉપાશરે ગરણુજી સાહેબ પાસેથી લાવીને ઉતારી લીધે, સંવત ૧૫૮ ના અશાડ સુદ ૧૩ શુક્રવાર, લી. શેઠ હરીલાલ મુળચંદ અમદાવાદી. * ૧ વચ–બચ્ચાં (વસ) ના હેતુથી. ૨ મત્તગજ-હાથી. ૩ ઘેડા. ૪ રથ. ૫ લક્ષ્મી.