________________
1;
સંવત પુર્ણ મુનિ નાગ શશિ માસ અષાઢ વિશાળ શુકલ તેરશ ગુરૂવાર દિન, સરસ કથા ગુણ માળ. ૪ સરસ ધરમ સાથે તિણે, એહ સંઘ રસાળ; ભવિજન વિકસ્વર કરે, ઘરઘર મંગળમાળ.
ઢાળ ૪૪ મી. (દીઠે દીઠે રે લામાને નદન દીઠે–એ દેશે.) ગાયા ગાયા મેં શેઠ તણું ગુણ ગાયા; ઉત્તમ કરણ કરી તેણે સારી, સંઘપતિ નામ ધરાયા રે.
મેં શેઠ તણું ગુણ ગાયા. એ આંકણું. શ્રી શંખેશ્વર સંઘ વળી તિણે, ત્રેવીસમા જિનરાયા દયવાર સરસ સંઘ લેઈ ભેટયા પ્રભુના પાયા રે. . ૨ આબુજી સંઘ લેઇ રે શેઠાણ, પુત્ર પરિવાર સુખદાયા; સંઘ સકળ આશાપૂરી તેણે, ભેટયા શ્રી જિનરાયા રે. મેં. ૩ માતર ગામે સુમતિજીણંદ, પદવી સંઘપતી ગાયા; તારંગાદિક સઘળી જાત્રા, કરીને પાપ ખપાયારે, મેં, શ્રી સિદ્ધાચળ સંઘ વિશાલ, રાસમાં કહી દેખાયા; ઋષભ જિનેશ્વર પૂજી પ્રણમી, નિર્મળ કરી નિજ કાયા. મેં. ૫ લઘુકરણને પાર ન જાણું, મેટા ગુણ બતલાયા; જિનમંદિર સુંદર કર્યા ખાસા, ભવિજનને મન ભાયારે. મેં. ૬ બિંબ પ્રતિષ્ઠા પ્રભુની કરાવી, પરિવાર નામ લખાયારે, સહુને નામે પ્રતિમા ભરાવી, ધર્મના ચીલા દેખાયારે. મેં. ૭ ઉજમણું અઠેતરી સારી, માળ પહેરી સુખ થાય; ધન ધન માતા ગુમકુબાઈ જમ્યા પુત્ર સવાયારે. મેં. ૮ ધન ધન પિતા ખુશાલશાહ છણે, ધન ખરચી ભણાયા, રાજસાગર ગુરૂ આસ્થા, મંત્ર એ નામ ગણાયારે. મેં. ૯ ખેમવર્લ્ડન ગુરૂ ચિત્તમાં વસીઆ, કર્યા ધરમ સવાયારે, શેઠજી આજ્ઞા રૂડ પાળી, ધર્મ સ્નેહ સુખ પાયારે. મેં. ૧૦
૧ રસ્તા.