________________
શેઠ તણું ગુણ વર્ણવ્યારે, સાંભળ્યા નજરે જે દીઠા લાલ સહજે સહજે મેં ગાઈયારે, અમૃત સમ લાગે મીઠા લાલ. ગુ. ૧૪ જિમ સાંભર્યા તિમ ગ્રંથીયારે, વખતચંદ ગુણ માળ લાલ; ભણશે ગણશે જે ભાવફ્યુરે, લેહશે સુખ રસાળ લાલ. ગુ. ૧૫ ધર્મગુણ ગુણ ગાવતાં રે, જીન્હા પવિત્ર ને કીધી લાલ નિરમળ ગુણ ગંગાજળ સમા રે, કર્મમલ જાએ વરે રિદ્ધિ લાલ. ૧૬ અનુભવ અંતરમલ હરે રે, વાસિત ધર્મગુણ સાર લાલ; ઉન્નત કરી જિનશાસન તણી રે, તિણ ગુણ ગાયા ધરી પ્યાર. ગુ. ૧૭ કલ્પવૃક્ષ દશ સારીખા રે, આંગુલ ઉપમા છાજે લાલ; કાળમુઘે દાન આપીયે રે, ગુણ એહવા અંગે વિરાજે લાલ. ગુ. ૧૮ મનમાં ભરેલી કરૂણ ઘણી રે, દુઃખ પર દેખી નર હાય લાલ; સંઘ સકળ સમજાવીને રે, કરે ઉપગાર સદાય લાલ. ગુ. ૧૯ ચરિત્ર વિના ગુણ ગાઈએ રે, પડિત લે સુધારી લાલ; આઘા પાછા કહ્યા હવે રે, જસ મતિ હવે તે સારી લાલ. ગુ. ૨૦ ભુલચુક અધિકું ઓછું રે, જે કઈ વયણ તે ભાગે લાલ, સજજનતા કરી શોધજો રે, અનુભવ રસ મેં તે ચાખ્યો લાલ. ગુ. ૨૧ જે કઈ અશુદ્ધ પ્રરૂપણા રે, મિથ્યાદુકૃત હો લાલ; સંઘ સહુ સાખે કરી રે, ગુણ ગાયે પાતિક ધો લાલ. ગુ. રર ચતુર પુરૂષ શ્રવણે સુણી રે, ચમત્કાર ચિત્ત થાય લાલ; બેતાલીશમી ઢાલમાં રે, શેઠજી ગુણ આવે દાય લાલ. ગુ. ૨૩ સરસ સુકાઠે રાગે કરી રે, બેમવર્લ્ડન ગુણ ગાય લાલ; પુન્યથકી સુખ સંપદા રે, લહા સુખ પુન્ય પસાય લાલ. ગુ. ૨૪
શેઠ વખતચંદની કથા, મુરખને બકવાદ; રસિયાને આત રસ ઘણે, સુણતાં અતિ આલ્હાદ. ઈહિ લેકે સુખ સંપદા, પામે સુણતાં જીવ; પરભવ સુખ પામી ઘણાં, અનુક્રમે પદવી શિવ, ચઉવિત સંઘ આગ્રહ કરી, રાસ રચ્ચે સુખકાર; ગુરૂ કૃપા સાનીધ કરી, સરસતીને આધાર. ૧ જીભ.