________________
ઢાળ ૪૩ મી.
(લાલ પીયારી ને સાહી. એ દેશી.) એમ કરણ રૂડી કરેરે, શેજી પુત્ર સવાઈ લાલ; રૂપ મને હર ગુણ ભર્યારે, ધન ધન તાસ કમાઈ લાલ.
ગુણવંતા ગુણવંતનારે, એ આંકણી; ઘરનાં કામ સંભારીને, એક એકને પુછી લાલ; ગુણવંતા હેમચંદ શિરેરે, જસ બુધી નહી ઓછી લાલ. ગુ. વિનયાદિ ગુણ આગળારે, સભાગી જસ લેતા લાલ; અવસર રૂડે ચુકે નહીરે, દાન સુપાત્રે દેતા લાલ. ગુ. ૩ દેહરા અપાસરા જે ર્યારે, સમરાવે ધન ખરચી લાલ; લાહ લઈ ભલ ભાવસ્યુરે, પૂજા પ્રભુજીની રચાવે લાલ. ગુ. ૪ વળી દેહરાં કર્યો રંગÚરે, ધન ધન એ કુલવંશ લાલ; . પુરવ રીત રાખે ખરીરે, હંસ કુળ હવે હંસ લાલ. ગુ. ૫ શાંતિદાસ સંઘપતિ થયા, લખમીચંદ વળી તેહ લાલ; સિદ્ધગિરિ સંઘર્યે ભેટીયારે, ખુશાલચંદ ગુણગેહ લાલ ગુ. ૬ વખતચંદના ગુણ ઘણારે, ગુંચ્યા તે મેં એ રાસે લાલ; શેઠજી પત્રમાં નહી મણરે, એમ કવિ ઉપમા ભાસે લાલ. ગુ. ૭ વાચા અવિચળ જેહનીરે, શીળવંત સતવંત દાની લાલ; ધરમ ધુરંધર ધરી પરેરે, નિષ્કલંક જસવંત માની લાલ. ગુ. ૮ નમસ્કાર મહામંત્રનારે, સમરણ અહનીશકારી લાલ; અવસર સરવ સાવધાન છેરે, ચાર પ્રકાર બુદ્ધિ ધાર લાલ. ગુ. ૯ તેજકાળા ચઢતી ઘણુંરે, મુખ પુનમને ચંદ લાલ; ફુલ ખરે મુખ બોલતારે, સજજન નયનાનંદ લાલ. ગુ. ૧૦ રતન જિશ્યા રળીઆમણુંરે, નિજકુલઅંબરભાણ લાલ; ધર્મ કારજકારી દુખહરારે, સંઘ મુખ્ય સંઘ મંડાણ લાલ. ગુ. ૧૧ ગુણવંત ગુરૂ ગુણ રાગીયાર, રાજસાગર સૂરીરાયા લાલ; એક મને સદ્ગર સેવનારે, ચરણકમળ સુખદાયા લાલ. ગુ. ૧૨ સરલ સ્વભાવી શુદ્ધાતમારે, ગુણગ્રાહી ગુણવંતા લાલ; ધન ધન જડાવમાં જનમીયા, ઉપગારી પુન્યવંતા લાલ. ગુ. ૧૩
૧ પિતાના કુળરૂપી આકાશમાં સૂર્યસમાન.