________________
ગુરૂ કહે “દેવાયુપીયા, ધરમ ઓષધ કરે સાર; સે સાંધે થીર નવી રહે, ઓષધ કરે હજાર.
ચત: " इदं शरीरं परिणामदुर्बलं, पतत्यवश्यं शतसंधीजर्जर; ... किमोषधं पश्यसि मूढ दुर्मते, निरामयं धर्मरसायणं पुनः" १
હાડના કડકા કટકા ખડકી, પુતળું ઉભું કીધું રે; માંસની જાળમાં લેટની લાળમાં, ચામડે મઢી લીધું છે. ૧ મળમૂત્રના ઢગલે ઢગલા, કર્મની ગતિમાં વળગું રે; સુખાનંદ સ્વરૂપને જાણજે, જીવડા ઓળીયા માંહીથી અલગું રે...૨
દુહા, તે માટે કહું શેઠજી, વયણ અમારે ધાર; ધરમ ઓષધથી સુખ લહે, જેહથી ભવ નિસ્તાર. ભવ અનંત લગે જીવડે, ભમિ એ ભવમાંહી; રાગ દ્વેષ ભવ મૂળ એ, નવિ ધરજે મનમાંહી. એ સમ બંધન કે નહી, એ સમ કોઈ ન આધિ, શેઠજી કહીએ તુમ તણું, ધરજે ચીત સમાધિ. એમ હિત શિક્ષા શેઠજી, સાંભળે મન દઢ રાખ; "સડણ પડણ વિધ્વંસ છે, એવી સિદ્ધાંતે સાખ. ૬
ઢાલ ૪૧ મી.
(નિંદરડી વેરણ થઈ રહી. એ દેશે.) કહે ગુરૂ ભવિયણને તરા, પ્રતિબુજે હે લઈ નરભવ અવતાર મુકે મુકે નિદ્રા મેહની, જાગો જાગે હે રહેજે હુશીઆર. ૧ આત્મ તત્વને આદરે, પરહર પરભવને સંગ; કુમતિ કુટીલ નારી તજી, કરે અહનીશ હો સુતા સુરંગ. આ. ૨ *નંદની મેહનરીંદની, કુમતીના હે પિયરીયા કષાય; એ બહુ ભલા મિલે, ચેતનની હે શુભમતિ મુંઝાય. આ. ૩ ધરમ સ્વરૂપની વાસના, મત મુકે હે અહનીશ ગુણવંત; કલ્પતરૂની છાંયડી, સહી ફળ સે ફળ સુખ અનંત. આ. ૪
૧ સડવું ૨ પડવું. ૩નાશ થ. ૪ દીકરી.