________________
તારંગા આબુ ભેટી કરીરે લાલ, ગેડી સંખેસર પાસ. સુ. ઉભી સેરઠ નેમનાથજીરે લાલ, સિદ્ધગિરિ ભેટ ઉલ્લાસ સુ. ૪ સંવત અઢાર સાડત્રીશમાં લાલ, પ્રેમચંદ લવજી સાર. સુ. સંઘવી સિદ્ધગિરિને ઘરે લાલ, શેઠજી પણ હતા લાર. સુપ જીવણસુત દેવરાજજીરે લાલ, ગેડીજી સઘળે ભાળ. સુ. સંવત અઢાર તાલીશે લાલ, બીજીવાર રસાળ. સુ. પ્રેમચંદ લવજી તPરે લાલ, સંઘ શેત્રુજે વિશાળ. સુ. *સંવત અઢાર બાવીસનેરે લાલ, હદયરામ દીવાન. સુ. ૭ મસાલીઆ ગોવીંદજીરે લાલ, પ્રેમચંદ લવજી પ્રધાન. સુ. ત્રી જણ મલી સંઘવીરે, મેરવાડે કરાવી જાત્ર. સુ. દાન માન જસ ઉજળેરે લાલ, દીધાં દાન સુપાત્ર. સુ. સંવત અઢાર પંચાવનેરે લાલ, અજિતનાથ મહારાજ. સુ. ૯ ઓચ્છવ બહુ ચુકતે કરીરે લાલ, શેઠજી વધારી લાજ. સુ. ઉદયસાગર સૂરી તેડીને રે લાલ, પ્રતિષ્ઠા કેઈ બિંબ કીધ. સં. ૧૦ ધન લાહ લેઈ શેઠજી રે લાલ, પ્રભુ બેસાડી જશ લીધ; સુ. પૂજા પ્રભાવના નિત નવી રે લાલ, રાજનગર ઉછરંગ, સુ. ૧૧ ઠામઠામ પૂજાતણી રે લાલ, રોગવાઈ મેલે અભંગ, સુ. લખમીચંદ ધર્મચંદ સુતે રે લાલ, ઓચ્છવ કરે વળી તેહ, સુ. નંદીસર દ્વીપને ભલે રે લાલ, પંચ કલ્યાણક ધરી નેહ. સુ. ૧૨ પરણાવ્યા પ્રભુ પિતે લઈ રે લાલ, શેઠાણીની પુરી આસ. સુ. એ ઓચ્છવ ધરે લાવીને રે લાલ, ઉપને અતિ ઉલ્લાસ. સુ. ૧૩ સહસફણા પ્રભુ થાપીએ રે લાલ, ધન ખરચી શુભ ચીત; સુ. તે ઓચ્છવમાં નહી મણું રે લાલ, રાખી જિનશાસન રીત. સુ. ૧૪ ઓચ્છવ દેય લાગટ થયા રે લાલ, માસ દ લગે નીત; સુ. મેહરાય જુઠે પડ્યો રે લાલ, ધર્મરાય થઈ સજીત. સુ. ૧૫ માતર ગામ મધ્યે વળી રે લાલ, લખમીચંદ કરે ખાસ; સુ. દેવળ સુમતિ જીણુંદનું રે લાલ, સંઘની પુરે તે આસ. સુ. ૧૬ ઈમ શુભ કરણીએ ઉપને રે લોલ, દેવગતિ માંહી તેહ, સુ. કેકે શરીરે પેશી બલી રે લાલ, લેક મુખે વાત એહ. સુ. ૧૭