________________
દીઠે દુખ જાયે દુર, પ્રભુ મુખ જોતાં રે; હરખ તણે નહીં પાર, પાતિક ધોતાં રે. આદીસર મહારાજ, પ્રતિમા ભારી રે; ભુંયરામાં સુખકાર, ત્રણ બેસારી રે. જિન મંદીર તે કીધ, શાંતી શાહજી રે; પ્રતિમાને નહી પાર, દીઠે દિલ રાજી રે. સિદ્ધગિરિ આદિ આણંદ, સાંભરે તેહી રે; દીઠાં દરિસણ જાસ, અને પમ એહી રે. શ્રી ચીંતામણ પાસ, દેહરૂ સાર રે; નથશાહ તે કીધ, દુખડાં વારે રે. અછત છણંદ મહારાજ દેહરૂં સોહે રે; વખતચંદ જસ લીધ, દીઠે મન મેહે રે. દેહરૂં વીર જીણંદ, એહના ઘરથી; મેટા દેહેરાં કીધ, શિવપુર અર્થે રે. બીજા દેહરાસાર, જવેરીવાડે રે, જેની સાર સંભાળ, લીએ તે વાડેરે. દેવળ સંભવનાથ, શોભા સારી રે; દેહરા દેશ માંહી, જોજો ધારી રે. એમ જિન મંદિર સાર, લીએ ભલેરી રે; દિન પ્રતે જાત્રા કરે, પ્રભુ મુખે હેરી રે. જવેરીવાડે એમ, સત્તાવીશ દેહરાં રે, શિવ સુખના દાતાર, નહીં ભવ ફેરા રે. સાગરગ૭ પિસાળ, શેઠજી આવે રે, વખાણ સુણે નિત, વાંદે ભાવે રે. પૂજા વિવિધ પ્રકાર, શ્રી જિન થાય રે, માદલના દેકાર, આગળ ગવાય રે. અઠેતરી કરી તેહ, રેગ નિવારે રે, સંઘ તણું લીએ સાર, દયા મન ધારે રે. જિન શાસન જયકાર, ધરમ હીએ ધરતાં