________________
ભા. ૧૩
૧૪
ધર્મચંદ સુત તે ભલે, લાલા હરખચંદ નામ છે. સુ. સ. સિદ્ધગિરી સંઘ ભલી પરે, રૂડાં કર્યા ઘણાં કામ છે. સુ. સ. ભા. ૮ હરખચંદ લાલા મહાગુણી, બીજો સંઘ ગેડી જાય . સુ. સ. તે સંઘમાં પણ નહી મણું, તસ ગુણ કેતાં કહેવાય છે. સુ. સ. ભા. ૯ તસ સંઘ હઠીસંગ ગુણભર્યો, રૂડાં કરાવે કામ છે. સુ. સ. રૂપવત ગુણ આગળો, રાખે પિતાનું નામ છે. સુ. સ. દેવ ગુરૂધર્મ સેવે સદા, દાની માની દાતાર હો. દિન દિન દોલત દીપતી, ભેગી ભ્રમરસમ સાર . સુ. સ. ભા. ૧૧ ઉત્તમ કુળમાં આવીને, ઉત્તમ સંગત હોય છે. સોનું ને સુગંધતા, જગમાં દુર્લભ જય હો.
ભા. ૧૨ દેહરૂ કરાવે ચુંપણું, ખરચીને તે તે દામરે. પુરવ રીત લેપે નહી, કુળ કીતિ સુખધામ છે. દેશ દેશાવર ઓળખે, કરણી જેની વિશાળ છે. સુ. સ. પામ્યા તે વળી પામશે, ધરમથી સુખ રસાલ હ. સુ. સ. ભા. અને પચંદ સુત ગુણ નીલે, કર્મચંદ ગુણ ગંભીર છે. સુ. સ. એહના ઘરની ઉપમા, જગડુ સમ જસ લેહ હો. સુ. સ. ભા. ૧૫ દામોદર સુત પ્રેમચંદ તણા, પણ તે ત્રણ રતન હો. સુ. સ. તત્વત્રયીને ઓળખે, મણુય જનમ ધન્ય ધન્ય હો. સુ. સ. ભા. ૧૬ સાકરચંદ બીજા વળી, જમનાદાસ સુજાણ છે. સુ. સ. ત્રીજા કરમચંદ સુંદરું, ભાઈ ત્રણ ગુણ ખાણ છે. સુ. સ. ભા, ૧૭ લખમીચંદ ધરમચંદ ઘણી, કરણી ઉત્તમ સાર છે. સુ. સ. ઓછવ કલ્યાણક પંચનાં, કર્યો તે ધરી પ્યાર હે. સુ. સ. ભા. ૧૮ લાલા ખેમા ધરમી વડે, સમજણ સઘળી તાસ હે. સુ. સ. જવેરી પ્રેમચંદભગુ તણે, સઘળી ક્રિયામાં અભ્યાસ . સુ. સ. ભા. ૧૯ શુભ કરણીકારક ઘણા, આગળ સુ કહું તેહ હે. સુ. સ. ભા. ૨૦ ઢાલ પુરી ત્રીશમી, શેઠ વખતચંદ રાસ હે. સુ. સ. તેહને વારે જે ગુણ ભર્યા, અનીશ ધર્મ અભ્યાસ છે. સુ. સ. ભા. ૨૧
-
૧ કેટલાં. ૨ એકદમ-પથી.