________________
દેહરે, હયાતિ હીમાભાઈની, દીસે દેશ દેશ; કઈ કઈ કામ સુધારીને, બાંધ્યા બંધ વિશેષ.
ભુજ-છ જુઓ બંધ જઈ પાંજરાપોળવાળા, જુઓ ગામ ગામે ઘણી ધર્મશાલા; જુઓ ટુંક શત્રયે જે સુહાતી, હીમાભાઈની તે હમેશા હયાતી. જુએ પુસ્તસ્થાન જે ભદ્ર પાસે, રચ્યું રૂડું વિધા વધે એવી આશે; બીજે એવી જગ્યા નથી તે જણાતી, હીમાભાઈની તે હમેશાં હયાતી જુઓ આબુની ઉપરે આપ જૈને, સુધાર્યો જુનાં દેવળે શેઠ જૈને; થઈ લાખ લેખે સુકીર્તિ લખાતી, હિમાભાઈની તે હમેશાં હયાતી. કહું શું કથી કોટિધા કામ કીધાં, દયા લાવીને દીનને દાન દીધાં; વખાણે જુઓ વાત તે સર્વજાતિ, હીમાભાઈની તે હમેશાં હયાતી. કીધું કામ આરાસણે એજ રીતે, બીજે ઠામ ઠામે જુઓ ચાહી ચિત્તે; જુનાં મંદિરે મૂત્તિઓ થૈ થપાતી, હીમાભાઈની તે હમેશાં હયાતી. જુઓ સંઘ શત્રુંજયે જેહ જાતા, કરે ભૂપને કૈક ત્યાં બેટી થાતા; કીધી માફ તે રીત ત્યાં જે અપાતી, હિમાભાઈની તે હમેશાં હયાતી. રહે રોજ સંભારતા રાયાણા, ગુણો ગામ ગામે તમામે ગણાણું; ભણે ભાવથી સજને ભાતભાતી, હીમાભાઈની તે હમેશાં હયાતી. જુઓ ખૂબ જેણે કરી તીર્થ જાત્રા, લખે લેખ વિસ્તારી થાકે વિધાત્રા; કર્યું તે નથી પૂરી એકે થાતી, હીમાભાઈની તે હમેશાં હયાતી.
વળી તે વખતના ઇતિહાસકાર સ્વ. મગનલાલ વખતચંદે પિતાના અમદાવાદના ઈતિહાસમાં (સને ૧૮૫૧ માં) આ પ્રમાણે જણાવ્યું છે –
“શાંતિદાસ પછી લખમીચંદ, ખુશાલશા, નથુશા, વખતશાને પાનાભાઈએ અનુક્રમ પ્રમાણે નગરશેઠાઈનું કામ ચલાવ્યું, ને હાલ હીમાભાઈ નગરશેઠની પદવીએ છે. તેમની ઉમર આશરે વરસ ૬૭ ની છે ને આજને સમે અમદાવાદમાં એ મોટા શાહુકાર ને સર્વને માથે શ્રેષ્ઠ છે. ને એ પુરૂષના જન્મ ચરિત્રની બીના જે મળી હોત તે ઘણું સારું થાત, પણ બરાબર મળી નહિ.”
અમદાવાદનો ઈતિહાસ સને ૧૮૫૧ પૃ. ૨૭૫.