________________
નગરશેઠ પ્રેમાભાઈ. આ શેઠને જન્મ સંવત ૧૮૭૧ ના કાર્તિક માસમાં થયો હતો. આ શેઠે પરોપકારી કાર્યો ઘણું કર્યા છે, તે તેની નોંધ લઈએ -પ્રથમ સાર્વજનિક કાર્યો નેંધીએ.. ૧ સને ૧૮૫૬ માં રૂ. ૨૨૧૫૦ અમદાવાદમાં એક હોસ્પીટલ
બંધાવવા અને નિભાવવા માટે આપ્યા કે જેમાં મહૂમ શેઠ હઠીસીંગે રૂ. ૪૦૦૦૦ આપ્યા હતા. અને તેથી તે હૈપ્પીટલનું નામ તે બંને સંયુક્ત નામ પરથી “હઠીસીંગ એન્ડ પ્રેમાભાઈ હસ્પીટલ” અત્યારે પ્રસિદ્ધ છે કે જેમાં સિવિલ હોસ્પીટલ રાખવામાં આવી છે.
રૂ. ૨૨૧૫૦ ૨ સને ૧૮૫૭ માં પિતાના સદગત પરોપકારી –શેઠ હેમાભાઈના
નામથી “હેમાભાઈ ઈન્સ્ટિટયુટ” નામની લાયબ્રેરી બંધાવવામાં રૂ. ૭૦૫૦) આપ્યા.
રૂ. ૭૦૫૦ - ૩ સને ૧૮૫૭ માં ગુજરાત કોલેજ માટે ભેગા કરેલા ફંડમાં. રૂ. ૧૦૦૦૦ ૪ સને ૧૮૫૭ માં ગ્રાંટ મેડિકલ કોલેજ (મુંબઈ) માં દર વર્ષે
જે ફતેહમંદ વિદ્યાર્થી પસાર થાય તેને સુવર્ણ ચાંદ આ૫વા માટે.
રૂ. ૧૮૦૦ ૫. સને ૧૮૬૩માં વિકટેરિયા મ્યુઝિયમ માટે ભેગા કરેલા ફંડમાં રૂ. ૧૩૫૦ ક. સને ૧૮૬૪માં મુંબઈની “વિકટોરિયા ગાર્ડન્સ”-રાણીબાગ” ના ફંડમાં દરવાજા વગેરે બનાવવા માટે.
રૂ. ૧૦૦૦૦ ૭ સને ૧૮૬૩-૬૪, ૧૮૬૪-૬૫ માં ૧૮૬૩-૬૪ અને ૧૮૬૪-૬૫
ના પડેલા દુકાળ ( જેને ચાત્રીશા (સં. ૧૮૩૪ પરથી) કાળ કહેવામાં આવે છે તે) માં દુકાળીઆને બચાવવા માટે અમદાવાદમાં ખર્ચેલા.
૨. ૨૦૦૦૦ ૮ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ફંડમાં.
૨. ૨૦૦૦ ૮ નીચે જણાવેલ સ્થળોએ બંધાવેલ છ ધર્મશાળાઓ બંધાવવા માટે રૂ. ૨૩૦૦૦) આપ્યા.
નરોડામાં રૂ. ૪૦૦૦, સરખેજ (દશક્રોઈ જીલ્લો) ૧૦૦૦, બરવાળા (ધોળકા જીલ્લો) ૫૦૦૦, ગુંદી (ઠ છલ્લો) ૫૦૦૦, માતર (ખેડા જીલ્લો) ૩૦૦૦), ઉમરાળા (ભાવનગર રાજ્ય) ૫૦૦૦, ૨૩૦૦૦
કુલ રૂ. ૮૭૩૫૦