________________
રાચરડા ગામ તેમને આપ્યું હતું. આ ગામની અમુક રકમ ખેડાં ઢેરના અર્થે કાઢેલી છે, અને તે ગામ હાલ તેમના વંશજેના તાબામાં છે. કાઠિયાવાડના રજવાડાની અંગ્રેજ સરકાર સાથેની ખંડણી–તેમના પિતાને વખતની-શેઠે બાંધી આપી હતી. વેપાર-ઝવેરાતનો મૂળ ધંધે હતે. હેમાભાઈ શેઠના કુટુમ્બનું રખોપું પાલીતાણાની યાત્રામાં લેવાય નહિ, એ હજુ સુધી ઠરાવ છે.
શેઠના કુટુમ્બમાં પણ ઘણો સારે સંપ હતો, અને લક્ષ્મીને વાસ પુરત હતું. તેમના વખતમાં પિતાના કુટુમ્બનાં સૈ માણસો એક પંક્તિએ બેસીને જમતા હતા, અને અમદાવાદની વસ્તી તેમને પૂર્ણ રીતે ચાહતી અને પૂરું માન આપતી હતી. મેટા મોટા શાહુકારો અને રાજાઓને એકી : વખતે નાણું ધીરી સહાય આપતા હતા, તેથી તેઓ “જગતશેઠની ઉપમા પામ્યા હતા. તેઓએ ઘણુ રાજાઓના રાજ્યકુટુમ્બ અંદરના કલેશ અને મોટા મોટા મહાજનમાં પડેલા ટંટાઓ અને વિક્ષેપે મટાડ્યા હતા. આ દાલતમાં દશ વર્ષે જે દાવાને નિકાલ થતો નહતો તેને એક ઘડીમાં નિકાલ લાવી શકતા હતા. ઉભય પક્ષ વચ્ચે તેમને એ પ્રભાવ પડતો હતું કે તેમનું વચન રાજા કે પ્રજા કોઈથી ઉથાપી શકાતું નહિ. શેઠ હેમાભાઈને રૂપાની છડી બાદશાહી વખતથી વંશપરંપરાએ મળી હતી.
આવી રીતે તેમનું ટુંક જીવનચરિત્ર છે અને તે પરથી હેમાભાઈ શેઠમાં દયાળુતા, પરોપકારવૃત્તિ, જનસેવા, ધર્મસેવા, સંપ, પ્રેમ, વ્યાપારદક્ષતા, રાજ્યકાર્યકુશલતા, જમાનાનું જ્ઞાન આદિ અનેક સગુણો હતા એ સ્પષ્ટ સમજી શકાય છે. આ નરરત્ન નગરશેઠ સંવત ૧૮૧૪ ના મહા સુદ ૧૧ ને સેમવારને રોજ ૭૩ વર્ષની વયે દેહ છેડી સ્વર્ગવાસ પામ્યા. સદ્દગત થતાં પહેલાં છ માસ અગાઉ પિતાના કુટુંબમાં સર્વને મજીયાણું વહેચી આપીને ભવિષ્યમાં કલેશ થવાને સંભવ ન રહે એવી પદ્ધી વ્યવસ્થા કરી ગયા હતા. આ ધમીંછ આત્મા અમરસુખમાં હે !!
આમના મરણની ખબર બધે પ્રસરી તેથી લેકે શેકમાં ગમગીન થયા હતા. દેશાવરમાં તેમજ અમદાવાદમાં-ઘણે સ્થળે હડતાલ પાડવામાં આવી હતી. આ શેઠની ઉદારતા અને અક્ષય કીર્તિ ગુજરાતમાં સદાકાલને માટે અમર રહેશે. છેવટે કવિ દલપતરામ આ શેઠ સંબંધી, જે ઉગારો કહાડે છે અને તેનું વર્ણન કરે છે તે આપીશું –