________________
૧૮
ડાદરા, ભાવનગર, વઢવાણુ, લીંબડી, પાલીતાણા, નવાનગર, ધેાલેરા, પાલણપુર, શિરાહી, વગેરે ધણા ઠેકાણે હતી એમ કહેવાય છે.
દાનના ઝરા અસ્ખલિતપણે વંશપર’પરાથી વહેતા હતા; અને તે દાનની દિશા શેઠ હિમાભાઈ એ પણ ધણા સદુપયોગી સાર્વજનિક વિદ્યાદાનમાં વાળેલ છે. અમદાવાદમાં અંગ્રેજી નિશાળ, હિમાભાઇ ઇન્સ્ટીટયુટ' નામની પુસ્તકશાળા, સંગ્રહસ્થાન, કન્યાશાળા અને એક હાસ્પિટલ વગેરે પ્રજા ઉપચેાગી કામા તેમની સહાયથી થયાં છે; અને તેના લાભ અદ્યાપિ પર્યંત સકલ પ્રજા લે છે અને શેઠને આશિર્વાદ આપે છે. અમદાવાદમાં ગુજરાતી ભાષાના સાહિત્યની ખીલવણી કરવા-વધારા કરવા-ફેલાવેશ કરવાના સ્તુત્ય ઉદ્દેશથી ઇ. સ. ૧૮૪૮ ના ડિસેમ્બર મહિનાની ૨૬ મી તારીખે જન્મ પામેલી ‘ ગુજરાત વર્નાક્યુલર સેાસાયટી' તે આ નગરશેઠ તરફથી ઘણી સારી મદદ મળી. અમદાવાદમાં કાલેજ કરવા માટે તેમણે દશ હજાર રૂપીઆ અક્ષીસ કર્યાં હતા; અને ત્યાંની મ્યુનિસિપાલીટી માટે (શહેર સુધારણા ખાતુ) શેઠ હિમાભાઇએ સારા પરિશ્રમ લીધા હતા.
આ સાર્વજનિક વિદ્યાવૃદ્ધિ માટે સહાય આપવા ઉપરાંત ધર્મ નિમિત્તે તેમણે અનેક પુણ્ય કામા કરેલાં છે, અને દાનની શ્રેષ્ઠતા સિદ્ધ કરી છે. અમદાવાદમાં પાંજરાપાળની મુડી પણ તેમની મહેનતથી થઇ છે. પાલીતાણાના પવિત્ર સિદ્ધગિરિ પર્વતપર લગભગ ત્રણ લાખ પચ્ચીશ હજાર રૂપીઆ ખર્ચીને ધણી શાંભીતી ટુંક નામે ઉજમખાઇની ટુંક–ન દીશ્વરની ફુંક બંધાવી છે. તે સિવાય ત્યાં પોતે હવેલી બાંધી છે. માતરમાં, સરખેજમાં અને નરાડામાં પ્રતિમાપ્રતિષ્ઠા કરી હતી અને ઉમરાળામાં દેરાસર બંધાવ્યું છે. શ્રી ગિરિનાર પર્વતનાં થોડાં પગથી બંધાવ્યાં છે અને માતર, પેથાપુર, ઉમરાળા, શુદી, સરખેજ, નરાડા, વગેરે ઘણે સ્થળે હેમાભાઇ શેઠે ધર્મશાળા અંધાવી છે. હેમાભાઇ શેઠે સંવત્ ૧૮૯૩ માં પાલીતાણાના સંધ કાઢયા હતા તે વખતે મેાતીશા શેઠ તરફથી ખીમચંદ શેઠે ત્યાં અંજનશલાકા કરાવી હતી. આ વખતે માતીશા શેઠ દેહાવસાન પામ્યા હતા અને ખીમચંદ શેઠે નાના હતા. ધર્મશ્રવણ અર્થે ઉપાશ્રયમાં જતા ત્યારે છડી ચાપદાર્ વગેરે સારા ઠાઠમાઠથી જતા અને રસ્તે જતાં ગરીમાને દાન આપતા હતા. તે ઉપરાંત ગરીમાને અન્ન પુરૂં પાડવા માટે અમદાવાદમાં અનાજને પાલેા વેચાતા હતા. શેઠનામાં રાજ્યકાર્યકુશળતા અને વ્યાપારકુશળતા અદ્ભુત હતી. આખું પાલીતાણાનું રાજ્ય તેમને ત્યાં ઈજારે હતું. અને ગાયકવાડ સરકારે
: