________________
૭૬
*
)
ચતુર ચોથે અણુવ્રતે, પદારાપરિહાર, નવ વાડ રાખે નિર્મળારે, જિમ લહે ભવ વિસ્તાર. ચ. ૧૫ પાંચમે અનુવ્રતે એમ ભણેરે, પરિગ્રહનું પરિમાણ; ઈચ્છા પરિમાણે રાખીએ, સંતોષી સુખીયાં જાણ. ચ. છઠે દિ વિરમણ વ્રતે, દિશી ગમણનું માન; ગુણવ્રત પ્રથમ અતિ ભલુંરે, જસ હોયડામાં સાન. ચ. ભેગપભગ સાતમુંરે, બીજું ગુણવ્રત જાણું, કર્માદાન પન્નર તણરે, ગુરૂ મુખ સુણે સુજાણ. અનર્થદંડ તે આઠમુંરે, ત્રીજું એ ગુણવ્રત, સહેજે દંડાએ આતમારે, જે નવિ રાખે સરત. નવમું સામાયક વ્રત કરેરે, સમ પરિણામ ધરંત, કચન પથર સમ ગણેરે, શિક્ષાવ્રત પ્રથમ ગણુત. દશમ દશાવગાસિકેરે, બીજું શિક્ષા નામ; સંભારે સંક્ષેપીને, દિનપ્રતે ધારે કરે કામ, પૈષધ વ્રત અગ્યારમુંરે, શિક્ષાવ્રત ત્રીજું જોય; રાગદ્વેષ રહિત વળી, કીરીયા કરે સહુ કોઈ ચ. ૨૨ : અતીથિસંવિભાગ બારમું, ચેલું શિક્ષા સાર; પડીલા અણગારને, યારે શુદ્ધ આહાર એમ બારવ્રત નામથીરે, આગમમાં વિસ્તાર; દશ શ્રાવક જે વીરનારે, કર્યો કર્મ નિસ્તાર. સાગરચંદ કામદેવજીરે, ધને સુલસ આણંદ; એ આદી કઈ તર્યારે, પામ્યા પદ મહાનંદ. જય વિજ્ય હરીબલ સહીરે, કમલ શેઠ ધનદત્તક સુદર્શન, ધન્ય શેઠજીરે, નિર્મળ જસ વળી મત.
- ચ. ૨૬ એકવીશ ગુણ અંગે ધરેરે, પરિહરે પ્રમાદ, વિષય કષાય પડી પાતળારે, ઇન્દ્રિયના ઉન્માદ.
- ચ. ૨૭ પાંચ પચીસ ત્રેવીસ છે, વિકથા ચારે ભેદ, મદ આઠે કરે વેગળારે, જિમ છેદ વિહે વેદ. ચ. ૨૮
૧ પાર. ૨ વેદ-જાતિ. ત્રણ, નર, નારી, નપુંસક