________________
નરભવ લહી મત હારજે, શ્રાવકકુળ તુમ લીધરે; જરા પચે નહીં તિહાં લગે, પાળજે સમકિત શુધરે. પ્ર. ૨૪ આધિ વ્યાધિ નીરોગી કાયા, પાંચ ઇંદ્રિય સમરથરે આળસ છાંડી નિજ દેહને, સાથે જે નિજ પરમથરે. પ્ર. ૨૫ આઉખું જાએ દિન દિન પ્રતે, ચેત ચેતન મહારાજ રે રત્ન ચિન્તામણિ સારીખે, નરભવ લહી શુભ સાજ. પ્ર. ૨૬ આ લે મમહાર પામી કરી, દાન દયા ધારરે. ભેગ ભલા ભવિ તે લહે, અને શિવસુખ ફળ સારરે. પ્ર. ૨૭ દેશના પતિ સાંભળી, ધન્ય જિનશાસન એહરે, નિર્મળ હૃદય કરી સહવે, બાર વ્રત કહે ગુણગેહરે. પ્ર. ૨૮ સમજણ પડે તિમ દાખીએ, હૃદય ધરી પ્યાર ગુરૂ ભણે ભવી સાંભળે, વ્રત બારે સુખકારે. પ્ર. ૨૯ કિંચિત જાણવા કારણે, કહી રચું મધુરી વાતરે એકમના સહુ સાંભળે, વિચમેં તજી વ્યાઘાતરે. ઢાળ બત્રીશમી એ ભલી, દેશના અમૃતપ્રાય ખેમવર્ધન ભણે શેઠજી, ગ્રહે વ્રત બાર સુખદાયરે.
પ્ર. ૩૧ દુહા એમ દિન પ્રતે સુણે દેશના, દેય ધર્મના ભેદ, સાગારી અણગારના, પાળે ધરી ઉમેદ. ભેદ દશ અણગારના, ખાંત્યાદીક જે શુદ્ધ બાર ભેદ સાગારના, ગુરૂ સેવે લહે બુધ. ધરમ કરો ધસમસી, ભેદ ચાર જસ સાર; દાન શીલ તપ ભાવના, મોક્ષ તણે ઉદ્ધાર વીશ વસા તિહાં પાળવી, જીવદયા ભલી ભાત; તે મુનિ ધર્મ આરાધતાં, કરે કર્મને અંત. તેહથી ઉતરતે કહે, કાયરને સાગાર; બાર ભેદ છે તેહના, સમકીત મૂળ ઉદાર. ૧ પરમાર્થ.