________________
જુઓ. ૧૬
જુઓ. ૧૭
દેહરી કરાવે શેઠજીરે, આદિ જિન મહારાજ પગલાં થાપે પ્રેમસ્યરે, જાત્રા અહી ઠાંણ સુખકાજ. શીલવત ઉચયું વળીરે, રાખી સંવરભાવ; સંસાર અસાર કરી લેખરે, જિન ધર્મ દહભાવ. અનુક્રમે ઘર આવીયારે, પુન્ય ખજાને લેઈ પાસ; શેઠજી પુન્ય કરે સદારે, પૂરે ભવી મન આસ. અહનીશ ધર્મ હીએ ધરેરે, ધરમ જગતમાં સાર; ધર્મ કરે ભવી ધસમસીરે, જિમ પામે સુખસાર. વખતચંદ પાસે થઈ, ઢાળ ઓગણત્રીસમી એહ; હરિવર્તન શીષ્ય એમનારે, વયણ સરસ ગુણગેહ.
જુએ. ૧૯
જુઓ.
દુહા
પ્રભુ દરીસણ કરી આવીઆ, ગુરૂ પાસે તિણિ વાર વિધિપૂર્વક વાંદી કરી, બેઠા સભા મઝાર.
ધર્મલાભ દેઈ ધૂ, મુનિવર મધુરે સાદ, દેશના દે કલેશનાશિની, મેડે કુમતિ ઉન્માદ. ભવિક જીવ તે સાંભળે, સન્મુખ દષ્ટિ જેડી, મુખ વિકસિત તેણે કરી, “જીજી કરે કરી . કશું કરે કવિ બાપડા, મિલ્યાજ મુરખ સાથ; કિશું કરે તરૂણ ચતુર, ચઢી નપુંસક હાથ.
ગોરસ જિમ વિલેઈ કરી, છૂત અમૃત ચાખત; તિમ સવિ શાસ્ત્ર મથી કરી, કવિ અમૃત ભાખંત. ૫ આંધા આગળ આરસી, બહેરા આગળ ગીત; મૂરખ આગળ રસકથા, એ ત્રણે એકજ રીત. કવિતા કહે છતા સુણે, વક્તા કરે વિચાર; ત્રણ પદારથ જે મિલે, વરતે રંગ અપાર.
તે માટે શ્રોતા સકળ, તજે પ્રમાદ વિશેષ; . સ્વપર સમય જાણીને, ગુરૂ ભાખે ઉપદેશ. ૮
,