________________
સિદ્ધાચળ પ્રભુજી તણે, મરૂદેવીને નંદ છે. તે હવે તહાં ચઢાવશે, મુગટ એ આદિ આણંદ હે. શુભકરણી એમ તે કરે, દંપતિ ધર્મ સદૈવ હે. જિન આણ માને ખરી, શુદ્ધ મને કરે સેવરે. દેવ ધર્મ ગુરૂ સેવના, પામ્યાનું ફળ સારરે. પામ્યાને વળી પામસ્ય, મન કઈ મુક વિસારરે. આતમ જાગત રાગથી, બહિરાતમ તજી દૂર છે. જે કરશે પ્રભુ સેવના, તે લેશે સુખ પૂરરે. જિનશાસનની વાસના, સમકાત લેજે હોય છે. ભવભયથી બીએ સદા, લક્ષણ એહજ જય હે. સુખ અનંતા પામીએ, સૂત્ર સિદ્ધતિ વાત છે. ટાલ પૂરી વીસમી, ખેમવચન વિખ્યાતહે.
દુહા ઈમ ઓછવ મહેછવ ઘણા, પુત્ર પિત્ર પરિવાર, દિન દિન રંગ વધામણાં, જિન ધરમે સુખકાર. ૧ પ્રથમ પુત્ર શેઠના, ઇછાચંદ ઘર નારી; ભૂખણશાની દીકરી, પાંચમ તપ કરી સાર. રહીશું તપ આદે કરી, ઉજમણાની વાત તે સ્તવના ઈહાં સાંલી, ત્રણ હલે વિખ્યાત. વૃદ્ધબાઈ ધર્મે વૃધ્ધ, ભગની શેઠની જાણ પુત્રી ઉજમ મહાગુણી, લાવત ગુણ ખાણ. મુગી વહુ તે પણ ભલી, પાનાભાઈ ઘરનાર, કંકુ હેમચંદભાર્યા, દાન દયા ચિત્તધાર. ઉજમણો ટોળે મળી, શેઠાણ સંઘાત; જિન ગુણ ગાવે રાગટ્યું, નિર્મળ કરે નિજ ગાત્ર. ૬ ભણું ગણી સહીઅર ઘણી, જિન મુનિ ગુણ ગાવંત; નેબતખાંના ગડગડે, જેવા સહુ આવત.