________________
સંવત અઢાર ચેસરે, સ. મહા સુદી પાંચ ચંદ્રવાર; સંઘપતિ નામ ધરાવીએરે, સ. સમે ભલે હિતકાર. સ. ૨૪ સરસ સુકઠે કરી, સ. ગાયે વિમલગિરિરાય; હરવર્ધન શિષ્ય એમનારે, સ. સફલ મરથ થાય. સ. ૨૫ બાવીશમી ઢાલ એ થઈ. સ. શેઠ વખતચંદ રાસ; શ્રોતા સુણે ઉજમાલય્યરે, સ. ગુણ ઉજવલ બહુ તાસ. સ. ૨૬
ઈમ ભકતે સંઘ યુકતે રસોસર જગધણી, મુગતીગામી શિવ પામી આશ ફલી હો ધણી; ચરણે લાગું એહ માગું સેવા સાહિબ દીજીએ, એમ પભણે તુજ નમણે, શિવસુખ હેલા લીજીએ. ૧
દુહા એહવે આદેશ તિહાં ખેમવર્લૅન આવત; શેઠ ઘણું રાજી થયા, વાદીને ગુણસંત. શેત્રુંજા મહાતમ સુણી, ભક્તિભાવ ધરંત, ગુરૂભક્તિ ગુરૂની કરે, શુદ્ધ મારગ વિચરત. એકવીસ ગુણ અંગધરે, વ્રત બારે ચિત ધાર; શ્રાવક ગુણમાં નહી મણા, દઢ ધરમી હિતકાર. શ્રી રિષભેસર પાદુકા, અજીતનાથ નેમનાથ; પગલાં થાપે પ્રેમશું, જાણી શિવપુર સાથ. શ્રી સંખેશ્વર જિનતણી, મૂરતી મેહનવેલી; તેપણ જિનમંદિર કરી, પધરાવે રંગ રેલી. તેહ સ્તવના હવે સાંભલે, મન આણી ભાવ; નિદ્રા વિકથા પરિહરી, અંતરંગ ભાવ જગાવ.
ઢાળ ર૩મી ( સાસુ પુરે વહુ વાત માળા કહે છે એ દેશી.) સરસ સરસ વચન રસ આપે, વાલા મારા ગામ્યું અજીત જિર્ણદરેક અતિશયધારી શિવસુખકારી, દીપે જેમ દિણદરે.
૧ સહેલાઇથી. ૨ સૂર્ય.