________________
એ પ્રભુ સેવ રે, તારણ તરણુ જહાજ દેવાધિ દેવેરે. આંકણી. - નયરી અયોધ્યા જિતશત્રુ રાજા વા. ત્રિડું જ્ઞાની અવતારરે. ૧ વિજ્યા માતા ગુણ વિખ્યાતા, વિશ્વ તણે આધારરે. એ. ૨ લાખ બોંતેર પુરવ આયુ, વા. ધનુષ્ય સાઢા ચારરે; સહસ અષ્ટ લક્ષણ કરી સેહે, કંચનવર્ણ ઉદારરે. એ. ૩ તન ધન જીવન એ પ્રભુ મારે, વા. અવર ન આવે દાયરેક ત્રિવિધ ત્રિકાલ વંદના માહરી, હસ્તિ લંછન સેવે પાયરે. એ. ૪ પુદ્ગલ પરાવર્તન અનંત ફિરતાં, વા. ચઉ ગતિ અટવી મઝાર, આ ભવ સફલ થયે મુખ દેખી, અભય તણા દાતાર. એ. ૫ એહવા પ્રભુજી ચિત્ત ધરીને, વા. અછત અછત મહારાજ રે; તેહની ૧ઠવણ રાજનગરમાં, વ્યાપી આત્મહિત કાજ. એ. ૬ સહસ્ત્રકિરણ શાંતિદાસજી, વા. તસ સુત લખમી વારે તેહના પુત્ર ખુશાલચંદ દીપે, તસ પુત્ર ગુણના ધારૂ. એ. ૭ વખતવત વખતશાહ જગમાં, વા. કારતકમલા વ્યાપીરે, જિનમંદિર સુંદર કરી ખાતે, પડિમા તખત થાપી. એ. ૮ તેહના પુત્ર સાત સવાઈ, વા. જડાવના જાયા; ઈચ્છા પુરે ૧ ઇચ્છાભાઈ, ૨ પાનાચંદ પુન્ય પાયારે. એ. ૯ ૩ મેતી ૪ હેમ સગે ભે, વા. પ અને પ સુરજમલભાઈરે; ૭ મનસુખ કરતાંએ જ્ઞાતા, શેઠની અધિક પુન્યાઇરે. એ. ૧૦ શેઠાણું મન હર્ષ ઘણુરે, વા. પગલાં પ્રભુનાં કરાવે રૂષભ અછત નેમી જિનકેરા, પ્રસાદ કરી પધરાવેરે. એ. ૧૧ શ્રી સખેશ્વર સુંદર મંદિર, વા. એમ તીરથ અધિકારરે, તેજ ઝલાઝલ દિન દિન દીપે, એછવ કીધ સવારે. એ. ૧૨ પંચ શબ્દ વાજા બહુ વાજે, વા. ઓછવ મછવ થાય, અઠોત્તરી કરી ભલીભાતે, ગુણીજન પ્રભુ ગુણ ગાય. એ. ૧૩ શેઠાણી ગુરૂ ઉપદેશે . ખરચે બહુલું વિત્તર વિધિ વિધાન કરે શુભ રીતે, એ જિન શાસન રીતરે. એ. ૧૪
૧ સ્થાપના,