________________
-
૩૯
જેમ જેમ આસન તિરથ આવે, પુન્ય કરે નરનાર; દુકૃત સઘળાં દુર પલાઈ મિથ્યાત ગયે હારી. લાહાણી કરી લ્હા નર ભવને, ભવિય કેરા ચેક ઠામ ઠામ કરે ને વળી, ખરચે નાણું રોક. ઢાળ અઢારમી એ પ્રકાશી, સાંભળજે નરનારી; સરસ સંબધ એણી પરે સુણતાં, ખેમવર્ધન હિતકારી. ૧૭
દુહા મજલે મજલે ચાલતાં, ગાંગડ સંઘ પહેચંત; બકરાં લાવે ખાટકી, પૂછે શેઠ મહંત. પાંચ પચાશ છે, સમજાવી શુભ રીત; મુલ્ય રેકડા આઠશે, આપે દયા લહી ચિત. રાજનગરમાં મેકલે, જૈન ધર્મ જગસાર; મનુષ્ય જન્મ સફળ કર્યો, ધરમથી જયજયકાર. દિશે દિશે તે વારતા, સાંભળી સઘળા ભૂપ; જીવ દયા પાળે ભલી, અહો અહે શેઠ સરૂપ. શેઠાણાં ગરથાણાં કહે, લેક સહુ એમ વાત, વિકટ કામ સાધે વળી, મહિમા દાન વિખ્યાત.
ઢાળ ૧૦ મી.
(ચંદ્રાવળાની દેશી.) લિબીને રાજા વળી રે, આદરમાન અપાર; માહો માંહે પહેરામણીરે, કરી ઘણુ મહાર. (ગુટક) કરી ઘણું મને હાર પહેચાવે, સંઘ વેળાવા સાથે આવે; ચતુરણી સેના પરવરીયા, પંચરંગી નેજા ધરીયા.
શ્રી શ્રાતાજીરે- એ આંકણું. સુખાસણમાં શેઠજીરે, પાળા આગળ દોડે ચામર સુરજમૂખી ધારીરે, શેઠાણ રથ સજોડે. (ગુ.) શેઠાણી રથ સજોડે ચાલે, ઘેડે ચડયા કુંમર હલે વાજા વાજે હેલ નિશાન, નેબત ગાજી રહી અસમાન છે. ૨