________________
મનસુખ લગન એણપરે, ભે. બીજા વરસ મેજારરે. વા. એછવ મછવ એણપરે, ભે. જિમણ પણ સારરે. વા. ૨૯ લાલા હરખચંદ સુત ઘરે, ભે. મે તિહાં વિવાહરે. વા. હઠીસંગ કેરી દીકરી, ભે. પરણાવે ધરે ઉલ્લાસરે. વા. ચાર મંગળ વરત્યા પછી, ભે. કર મુકવણું કરે. વા. વસ્ત્ર આભરણ રેકડ વળી, ભે. વધારે વાસણ દેઈ લાજરે. વા. ૩૧ પૂર્વ કહ્યું તમે જાણજે, ભે. પરણાવ્યા ભલી રીતરે. વા. પહેરામણ સારી પરે, ભે. સંભાળી કરે રાખી હત. વા. ૩૨ ઈમ વિવાહ કર્યા ઘણા, ભે. શેઠજી માટે મંડાણરે. વા. છેડે ઘણું કરી જાણ, ભે. શ્રોતા ચતુર સુજાણ. વા. ૩૩ ઢાળ પૂરીએ ચાદમી, ભે. શેઠ વખતચંદ રસરે. વા. હરવર્ધન શિષ્ય ખેમના, ભે. સાંભળે વચન ઉલ્લાસરે. વા. ૩૪
શ્રી સિદ્ધાચળ તિરથમાં, સદા વરત મંડાય; ધર્મશાળા કરાવીને, માણસ મુકે છડાય. સંઘાળુ આવે જે સદા, ખરચિન હવે જાસ; તેહને આપજે તમે, જે લીએ તેને તાસ. ૨ ચતુવિધ સંઘને વળી, ચ્યારે જાત અહાર, રૂદ્ધ રીતે સાચવે, અમ આજ્ઞા છે સાર. ૩ એમ શિખામણ દેને, ભલી રીતે સમજાવ; નામું માંડી દેખાડજો, જેહ આવે દાવ. ૪ એમ સ્પણ કરી શેઠજી, લે લાહો પુણ્યવંત; પામ્યાનું ફળ એહ છે, પરઉપકાર કરત. પ
ઢાળ ૧૫ મી. "
(કંત તમાકુ પરિહરએ દેશી. ) ઠામઠામ આડત ઘણી, વ્યાપારી વ્યાપાર. મેરે લાલ. શાહુકાર શિરોમણી, લક્ષમીને નહિ પાર મેરે લાલ. ૧ ધનપનેતા શેઠજી.
એ આંકણું.