________________
પાણી સરસ શિતળ પાઈ, ભે. સુરભી દ્રવ્ય સુવાસરે. વા. ચંપક કેતકી મગરે, ભે. બરાસવાસીત પાણી ખાસરે.વા. ૧૬ પાનસોપારી એલચી, ભે. જાયફળ જાવંત્રી લવંગરે. વા. બીડલાં વાળ્યાં માંહી ધરી, ભે. સર્વને આપે અભંગરે. વા. ૧૭ ખાતાં સરસ સુગધ ઘણી, ભે. મહામહે રંગ સુગરે. વા. સરસ જમણ આજને ઘણે, ભે. સજન ગર્વ ઉછરંગરે. વા. ૧૮ ગોરવ દીપે સસરા ઘરે, ભે. તે પણ સુખડ એહરે. વા. સાત સાત દિવસે લગે, લે. જમાડી વધારે નેહરે. વા. ૧૯ વરઘડા દિન દિન પ્રતે, ભેં. વાત્ર તણું પડે છે. વા. લખલેક જોવા મળે, ભે. ગોખ મેડી ચડી જેરરે. વા. ૨૦
ઘરેણાં નાટક વગેરે. બાંહે બાજુબંધ બેરખા, લે. હૈયે હાર ઉતરી જડાવરે. વા. કેડે કંદોરા હેમના, . વેઢ વીંટી તરત ઘડાવે. વા. ૨૧ કડાં હેમ જડાવનાં, ભે. જગમગ જગમગ તેજરે. વા. સુરજમુખી ચામર ઢળે, ભે. અમુલખ વસ્ત્ર પહેર્યો હેજરે. વા. ૨૨ રૂપ ઘણું ને શિણગારીયા, ભું. દેવકુંમર ન કરે હેડરે. વા. સાત દિવસ લગે નવનવા, ભે. કેણ કરે છવ તરી જે.રે. વા. ૨૩ કાકાજી જોવા આવે વળી,ભે. રાજગર્વ લેઈ સાથરે. વા. હય ગયરથ પાયક ઘણા, ભે. છત્યા નરહે લગામ ધરી હાથરે. વા. ૨૪ મેવા મીઠાઈ વહેંચે તીહાં, ભે. પાત્રતેડાવી કરે તીહાં નાચરે. વા. થઈ થઈ થઈ મુખ ઉરે, ભે. જાણે અપસરા નાચરે. વા. ૨૫ ઠમઠમે ઠમકે છીયા, ભે. ઘમકે ઘુઘરી ઘમકારરે. વા. રણજણ વેણ વજાવતી, ભે. ધપમપ હૈ દે સારરે. વા. ૨૬ નાટિક વિવિધ પ્રકારનાં, ભે. હરખે બાળ ગેપાળજે. વા. હસે વિવાહ ભલે કર્યો, ભે. થયાં નાટીક દેખી ખુશાલરે. વા. ૨૭ પરણી કન્યા લઈને, બે. આવે પિતાના આવાસરે. વા. વાત્ર વાજે અતિ ઘણાં, ભે. હોંસે ઘણો ઉલ્લાસરે. વા. ૨૮
૧ વિણા-સારંગી.