________________
ચાળી ચુંપે કરી, ભે. દાળ ખારેક ખજુરરે. વા. શેલડીખંડ દાડમ કળી, જે. પીરસ્યાં તે ભરપુરરે. વા. ૨ ઘેબર જલેબી મતીયા, ભે. મેતીચુરની જાતરે. વા. ફેણી ખાજાપુરી શિરે, ભે. દુધપેડા બે ભાત રે. વા. સુત્રફેણ કણસાઈ, ભે. લાપશી મગદળ ખાસરે. વા. દળ ખેંચી દળ સાટાં, ભે. ગુંદવડાં બરફી ઉલાસરે. વા. ૪ અમૃતપાક શકરપારા, ભે. દુધપાક પરાપાકરે. વા. શીખવરંજ મેળપુરી, ભે. તીખા તમતમાં શાકરે. વા. કારેલાં ચોળાફળી, ભે. વિલુઆ તુરીયાં વિશેષરે. વા. ચીભડાં કાચાં પાકાં મેથી, ભે. હસે મનશું દેખરે. વા. ટીંડોરાને ટેડશો, ભે. કેળાં કકડાં દાળશે. વા. ભાજી ભાતભાતની, ભે. રાયતાં ઘણું રસાળ. વા. ૭ મેગરી ચંદલેઈ કેળાં, ભે. ભજીઆં તન્યાં ઘી માંહી રે. વા. ચણા છમકાવ્યા વાળફળી, જે.શાંગરી કાચલી પીરસેતાહ.વા. ૮ ઘેલડાં કાંજીવડાં, ભે. ઘૂઘરા વઘાર્યા જાફરે. વા. તીખાંને વળી તમતમાં. ભે. ખાતાં ચમત્કાર તાસરે. વા. ૯ અથાણું કેઈ જાતનાં, ભે. કેરી લીંબુની જાતરે. વા. મરચાં શૃિંદા વેઢમાં, ભે. પરસે કઈ કઈ ભાતરે. વા. ૧૦ પાપડ સેક્યા તન્યા ઘણુ, . ખેરાવી ખાધે સ્વાદ. વા. સરસીયાં રાઈ ભરે, ભે. ચીભડી ચીરી સાદરે. વા. ૧૧ પિટમાંય માટે નહિ, ભે. લે ત્યે કહે વારેવારરે. વા.. આડા હાથ દીયે તદા, જે. પીરસણિયાને જશ અપારરે. વા. ૧૨ દાળભાત લાવે ફરી, ભે. દેવ જરાય ભેગ સાળરે. વા. સુગધશાળ સુવાસના, જે. પીરસે ભરભર થાળરે. વા. ૧૩ તુવર દાળ મગની કરી, ભે. કડિકટી ઉકાળે ત્રણ વારરે. વા. દુધ ચેખા શિરામણી, ભે. ખાંડ તણી મહારરે. વા. ૧૪ દુધ ન રૂચે તે ભણું, ભે. કરબ મશાલાદારરે. વા. છમણ હુંશ પુરી કરી, જે. ચબુ કરી ઉઠે તે સારરે. વા. ૧૫