________________
૧૫
હાર્ટલી ભરણીઓ થઈ ઉંચા સીપાઈની ફેજ લઈ શહેરમાં પેઠે અને અમને દાવાદ લીધું. તે વખત બાપુજી પંડિત ખાનપુર દરવાજે થઈ નાસી ગયો. ગોર્ડને અમદાવાદમાં પેસી ત્રણ દહાડા સુધી શહેર લુટવા હુકમ કીધો. તે વખત શહેરમાં નગર શેઠ ખુશાલચંદ ! (ખરી રીતે વખતચંદ ખુશાલચંદ) હતા. તેઓ તથા શહેર કાજ શેખ મહમદસાલે તથા બાદશાહી દીવાન મી મીરજા અમુ, એ ત્રણે, સાહેબને જઈ કરગરી પડયા. તે પરથી સાહેબે તેમની તરફ જોઈ લૂંટ બંધ કરાવી. ઉપરના ત્રણે જણાના વંશ સાથે હાલ પણ કુટુંબો હયાત છે. ચઢતી પડતીના ક્રમ ગર્વ આવી જતા પણ અત્યારે સારી સ્થિતિની ગણતરીમાં પણ ચાલુ છે.”—અમદાવાદને પ્રાચીન ઇતિહાસ ગુજરાતી પંચ દીવાલી અંક ૧૯૬૬.
આ રીતે વખતચંદ નગર શેઠે અમદાવાદને લૂંટતાં બચાવ્યું અને તે ઉપર સ્વ. મગનલાલ વખતચંદે એક રાસડે જ છે. જુઓ “સાઠીના સાહિત્યનું દિગ્દર્શન –પૃ. ૩૯-૪૦ તેમાં જણાવેલ છે કે તેમણે....જનરલ ગોડ! (ઉપર જનરલ ગોર્ડન કહેલ છે) અમદાવાદ લીધું તેના વર્ણનને રાસડે જોડે છે. એમાં અમદાવાદ શી રીતે પડયું, ક્યાં ક્યાં ઝપાઝપી થઈ, અને નગરશેઠ વખતચંદ વગેરેએ શહેરને લૂંટાઈને પાયમાલ થતાં શી રીતે બચાવ્યું વગેરે વર્ણન વર્ણવ્યું છે. ”
* સ્વ. મગનલાલ વખતચંદ કૃત અમદાવાદના ઇતિહાસમાં આ પ્રમાણે બીના આપી છે. “આ સમે પેશ્વાઈ ગાદી બાબત લડાઈઓ ચાલતી હતી, તેથી રાધેબાની તરફ થઈ અંગ્રેજ સરકારના હુકમથી જનરલ ગાર્ડડ (લોકે ગોર્ડડ સાહેબ કહે છે ને તેમને રાસડે જોડેલો છે) સાહેબ ગુજરાત તરફ આવ્યો હતો ને સુરતમાં મુકામ કીધું હતું. એવામાં મુંબઈ સરકારથી ગાયકવાડ સરકાર સાથે સલાહ કરવાનો હુકમ આવ્યો તેથી તારીખ ૨૬ મી જાનેવારી સને ૧૮૮૦ના રેજ સલાહ કીધી તેમાં ગાયકવાડે તાપી નદીની દક્ષિણ મુલક અઠાવીસી સુરતમાં ભાગ તથા ૩૦૦૦ ઘોડાની ખેરાકી આપવી કબૂલ કરી તેને બદલે અંગ્રેજ સરકારે ડભોઈ તથા અમદાવાદમાં પેશ્વાઈ સુબા હતા તેમને કહાડીને ગાયકવાડને તાબે લઈ આપવું. એવી સલાહ ઉપરથી ગાર્ડડને અમદાવાદ આવવું થયું.
સને ૧૭૮૦ ના ફેબ્રુઆરી મહિનાની તારીખ ૧૦મી તથા સંવત્ ૧૮૩૬ ના મહા સુદ ૬ને રેજ શાહ ભીખનના ટેકરા ઉપર જનરલ ગાડર્ડ સાહેબે પોતાની
જ સહિત આવીને પડાવ કર્યો તે ઉપરથી અમદાવાદના સરસુબા પેશ્વાની તરફથી બાપજી પંડિત હતા તેમણે દરવાજા બંધ કર્યો ને માણેક બુરજ ઉપર તપો ચઢાવી. તે ઉપરથી જનરલ ગાડર્ડ છીંડું પાડીને શહેરમાં પેસવા ખાંનજહાંન દરવાજા આગળના કોટ ઉપર તેપો મારવા માંડી. બાપજી પંડિત પાસે જ ઘણી હતી તેમાં ૬૦૦૦ આરબ અને ૨૦૦૦ સ્વાર, તે સિવાય બીજું પાયદળ હતું.