________________
દરવર્ષના રૂ. ૧૦૦૦ ) એક હજાર રોકડા આપવાને હક કરી આપ્યો છે. જુઓ આ સાથે આપેલ તે સનંદની નકલે નવો . ૫-૬-૭-૮-૧૦.
કંપની સરકારે સને ૧૮૨૭ માં મુંબઈની સદર અદાલતે નગરશેઠને જીલ્લાની કોર્ટમાં ખુરશીને હક્ક કરી આપ્યો છે.
વખતચંદ શેઠ, ખુશાલચંદ શેઠના પુત્ર શ્રેષ્ઠીવર્ય શ્રી વખતચંદને ઈતિહાસ શાંતિદાસ શેઠના રાસમાંથી નીકળી આવે છે, પણ તેને લગતી રાજકીય અને મહત્વની હકીકત નીકળતી નથી તે તે આપણે અહીં જઈએ –
ગાયકવાડ અને પેશ્વાએ અમદાવાદનું રાજ્ય ૬૩ વર્ષ સુધી ચલાવ્યું એટલામાં ૧૮૭૪ ના શિયાળામાં અંગ્રેજ સરકારનાં પગલાં અમદાવાદમાં થયાં. આ અરસામાં પેશ્વા તથા ગાયકવાડ તરફથી ઘણા સુબા સરસુબા થોડા થોડા વખતને અંતરે આવતા ગયા. રાજ્યને અંત કર્નલ ગાર્ડન સાહેબે છેવટ લડાઈ કરી લીધા માં આવ્યો. તેનું કારણ એ હતું કે પેશ્વાની ગાદી બાબત અંદર અંદર લડાઈઓ ચાલતી હતી. તેમાં રાબાની તરફ થઈને અંગ્રેજ સરકારે જનરલ ગાર્ડનને મોકલ્યો. તેણે પ્રથમ સુરત આવી મુકામ કર્યો. તેવામાં અગ્રેજ સરકારે ગાયકવાડ જોડે સલાહ કરવા હુકમ મોકલ્યા. તેથી તા. ૨૬ મી જાનેવારી સને ૧૭૮૦ ના રોજ સલાહ કીધી. તેમાં ગાયકવાડે તાપી નદીને દક્ષિણ મુલક અઠ્ઠાવીસી સુરતનો ભાગ તથા ૩૦૦૦ ઘેડાની ખેરાકી આપવી કબૂલ કરી. તેને બદલે અંગ્રેજ સરકારે ડભાઇ તથા અમદાવાદમાં પેશ્વાના સુબા હતા તેમને કાઢી ગાયકવાડને લેઈ આપ્યાં. આ સંધિથી ગેર્ડનને અમદાવાદ આવવાનું થયું. ૧૭૮૦ના ફેબ્રુઆરી માસની તા. ૧૦ મી એટલે સંવત ૧૮૩૬ ના મહા શુદિ ૬ ને રોજ સ્વામી બાજુના ટેકરા ઉપર જનરલ ગાર્ડને પિતાની ફેજ સહિત આવી પડાવ નાખે. તે વખત પેશ્વાના સુબા બાપુજી પંડિત હતા. તેમણે દરવાજા બંધ કરાવ્યા ને માણેક બુરજપર તાપે ચઢાવી. એટલે ગેડને પેસવા માટે ખાનપાના (ખાન પુર) દરવાજા આગળ તો ચલાવી. બાપુજી પંડિત પાસે પણ ફોજ ઘણી હતી, તેથી ૬૦૦૦ આરબ ને ૨૦૦૦ સ્વાર સિવાય પણ બીજું લશ્કર ફાલતું હતું. છતાં અંગ્રેજ લેકેએ બળ ચલાવી મહા સુદ ૮ ના રોજ એટલે તા. ૧૨ મી ફેબ્રુઆરીએ બપોરના વખતથી તેપોનો માર મારવા માંડશે. તેરમીની રાત પડતાં ઘણું છીંડાં પડયાં. સર સુબાએ પણ ઘણું બહાદુરીથી ભાર ચલાવી બચાવ કર્યો, છતાં મહા સુદ ૧૧ની સવારમાં કર્નલ