________________
દુહા,
' ધર્મ કર્મ એમ સાચવે, દાન તજે નહિ શુદ્ધ,
નાણાવટી તે રાખે, રાખે નિર્મળ બુદ્ધ. સુખ દુખ સરજ્યાં પામીએ, સત નવી મૂકે જેહ, વિકમરાય તણી પરે, જશ પામે જગ તેહ. દલિદ્ર પુતળ વાર્તા, વળી ઘણા દ્રષ્ટાંત ઉપનય દેખાડી કહે, ગુરૂ મુખ શુંણ્યા સિદ્ધાંત નગર લેક ભૂખ દેખીને, વચન સુણી તસ કાન; હર્ષ ધરે ગુણ વર્ણવે, રાખી હૈડે સાન. કાકાછના રાજમાં, સુખીયા લેક અપાર; શેઠ શીખામણ મન વસી, રાજ રૈયત હિતકાર ૫
ઢાળ ૧૦ મી.
(કાનજી વાય છે વાસલીરે એ દેશી.) કાકાજી રાજ ન્યાય કરેરે, શેઠ તણા ઉપદેશ; મહેર ખયર જશ પામીયેરે, જીવિત કરેશ. કા. ૧ પ્રાકમે પૂરા તે શેઠજીરે, પરીવારે કરી શુદ્ધ વર્ણવું તે નામે કરીરે, ગુણ શ્રેતા તમે બુદ્ધ. કા. ૨ વૃધ બાઈ ભગની શેઠનીરે, ઘરની સમજણ તાસ; શેઠાણીને સમજાવીને રે, સહુની પૂરે આસ. કા. ૩ જડાવ નામે જડાવથીરે, ભૂષણ ધરીયાં અંગ; મણી માણેક મતી ઘણુંરે, માંહે અપૂરવ નંગ. કા. ૪ સાત પુત્ર.
સાત પુત્ર સુખ સાત જયુ, ચોપમા દે કવિ એમ; ઈચ્છા પુરે ઇચ્છાભાઈ, નાણાવટ કરે તેમ. કા. ૫ દેશ દેશાવર નામથી, પ્રસિદ્ધ સઘળે હોય; પાનેભાઈ પુજે કરી, તેહને તોલે નહિ કે. કા. ૬ રાજકાજ ધુરંધરારે, બત્રીસ લક્ષણવંત; દાન માન કળાએ આગળોરે, કેધ તજી ગુણવંત. કા. ૭ ૧ બુદ્ધિ, મતિ. ૨ ડાયા