________________
દામાજી રજાએ ઘર આવે, ફરી કામ પડે તવ જાવેરે. સ. પુ.૧૮ જુએ શેઠ તણી પુણ્યાઈ રાજકાજ ધુરંધર ભાઇ. સ. ગાયકવાડ પેસુવા અંગ્રેજ રાજ ચિન્હ મેકલે બહુચરે. સ. પુ. ૧૯ દિન દિન દોલત સવાઈ, દિશે દિશ તેહ ગવાઈ. સ. રાજવૃદ્ધિલક્ષ્મી કલ્યાણ, પુન્ય ઉદયથી કશી નહિ ન્યૂન. સ. પુ. ૨૦ ચાણંદ શાંતિ સદાઈ એ સાગર ગચ્છ સુખદાઇરે. સ. શાંતિ લખમી ખૂશાલ વખતચંદ ગુણ મળશે. સ. પુ. ૨૧ સરસ સબંધ જોઈ ભાંખુ, જેહવું દીઠું તેવું દાખુંરે. સ. હીરવર્તન કહે એમ, સુણે શ્રોતા ધરી પ્રેમરે. સ. પુ. ફરી આઠમી ઢાળ છે પૂરી, સુણતાં દુઃખ નખે ચેરીરે. સ. દેવ ધરમગુરૂ સેવા, એથી અવર કિસ્યા જગ મેવારે સ. પુ. ૨૩
વડેદરેથી મિકલ, રાજનગર દેઈ રાજ; શેઠ વખતચંદ પૂછીને, રૂડા કર કાજ. ૧ ફતેસંગ મહારાજ એમ, રાખે હેત વિશેશ; પત્ર લખી પ્રદશું, ભલભલામણ દેશ. ૨ વિસવાસ ખરે છે તેમ તણે, રખે ઉતારે હેત; ગુજરાત ભલામણ તમને, પાળે રૂડે વેસ. ૩ શેઠ વખતચંદ ભલીપરે, દીનિયાની કરે સાર; પર ઉપગારે આગળા, જીવ દયા ચિત્ત ધાર. ૪
ભાગી સેલીએ, પુત્ર પત્ર પરિવાર, દુહર નહિ કઈ જીવને, જિનઆણા શિર ધાર. ૫ પાનાભાઈ પ્રેમે કરી, શેઠ નિચિંતા દીધ; રાજકાજ સમજણ સવે, કરતાં બહુ જશ લીધ. ૬
ઢાળ ૯ મી. યોગ માયા ગરબે રમે જ્યાં એ દેશી. વખતચંદ વખતે કરી લે, કાકાજી લઈ રાજ, અમદાવાદ સુધાગરીરે લે, આવે સઘળે સાજ જે. ૧ રજા લઈ ૨ ગરીબની. ૩ નિશ્ચિત-ચિંતા વગરના.