________________
विद्या वीर विवेक वित्त विनयो, वांचंजमो वल्लिका; वस्त्रं वारण वाजि वेशर चरं, द्रगं वचं शोभते. ચોરાશી ચાટાની એળ, વસ્તુ વહરે આપી મેલ, માણેકચેક અતિ મહમહે, લખમી દેખી મન ગહગહે. ૧૩ પેશ્વઈ ગાયકવાડ દે રાજ, મન મેળે સમજે સહુ સાજ હેત પ્રીત બત છે ઘણી, પ્રજા ભણી પાળે બેઊ ધણી. ૧૪ ભુજબળ સિંહ સમેવડ જાણ, અરિયણ ગજડ તસમાન; પરચમ લેક પાળે ભૂપાળ, દેખી હરખે બાલગે પાળ. ૧૫ હય ગય રથ વાચક ભંડાર, વિભવ તણે નહિ લાભ પાર; સુણી શાસન જેહનું ઉદ્દાંમ, સેવે શત્રુ રાખણ નિજ ઠામ. ૧૬ ભૂપ સિમાડા સેવે સદા, ન્યાય નિત્ય નવિ લેપે કદા ધરમી રાજા હેયે જિહાં, પ્રજા સુખી શું કહેવું તિહાં ? ૧૭ આગે આગે રસ અતિ ઘણે, શ્રવણ દેઈ ભવિયણ તમે સુણે હિરવર્તન સેવક કહે ક્ષેમ, પહેલી ઢાળને વધતે પ્રેમ. ૧૮
સહસકિરણ સુત શોભતે, શાંતિદાસ ગુણ ગેહ, તેહ તણા ગુણ ગાય શું, આણિ ધરમ સ્નેહ. રાજસાગર સૂરિ મહેરથી, પામ્યા સઘળી રિદ્ધ, સાગર ગ૭ દિપાવિએ, મન વાંછિત ફળ લીધ. શ્રી ચિંતામણ મંત્રથી, રાજકાજ સમરથ; સાત ક્ષેત્ર જિણે ઉદ્ધર્યા, ખરચી ઘણા ગરથ. પાદશાહ આદર થકિ, જિન શાસન જયકાર; ચિત્ય બિંબ કરાવિયાં, કહેતાં કેમ લહું પાર.
સાગર ગચ્છની સ્થાપના થઈ તેહ અવદાત; કિચિત પભણું તે હવે, શ્રેતા સુણે વિખ્યાત.
૧ અશુદ્ધ ક છે. છંદ શાલ છે. આમાં “વ” અક્ષર બધા છે. ૨ ઉગ્ર. પ્રબલ.