________________
ઢાળ ૧ લી. અમદાવાદનું વર્ણન.
(ચોપાઈની દેશી.) જંબુદ્વિપ લખ જેણુ માન, એતે વર્તુલ થાળ સમાન; મેરથી દક્ષિણ દિશા વિચાલ, છેજ ભરતક્ષેમ વિશાલ. ૧ પાંચશે જેયણ જાણે તેહ, છવીશ ખટ કળાને લેહ; છે વિસ્તારપણે અધિકાર, લેજે શાસ્ત્ર થકી સુવિચાર. ૨ તિહાં દેશ છે સહસ બત્રીશ, ખટખંડના વિશ્વાવીશ, તેહમાં આરજ પચવીસ શેષ, અને પમ મનહર ગુર્જર દેશ. ૩ ઈણુિં દેશ નગરી અનેક, રાજનગર છે સુંદર એક; સકળ નગર તણો શિણગાર, જાણે લંકા લીયે અવતાર.૪ ઈત ઉપદ્રવ્ય નહિ આપદા, રેગ શેક ભય નેવે કદા ચાર ચાડને નહિ પ્રવેશ, સુખીયા લેક વરસે વિશેષ. ૫ દુદાલા વ્યવહારી ઘણ, તસ ઘર ધનની નહિ છે મણ દાન માન દયા લય પલણ, વિનયાદિક ગુણે પ્રવીણ ૬ સુંદર સેહે જિનપ્રાસાદ, પ્રભુ મુખ દીઠે મન આલ્હાદ; તે નગરીની શોભા ઘણી, કિચિત પભણું સુણવા ભણી. ૭ શિશ મગટ દરવાજા બાર, પરાં છત્રીશ અતિ સુખકાર, ઉંચાં મંદિર ઘર કૈલાસ, સત્ય ભુમિયા તિહાં આવાસ. ૮ સાધુ સાધવી વિચરે જિહાં, સુખીયા લેક ધરમ કર તિહાં વાર ઉચ્ચાર વરણ તિહાં વસે, દયા ધરમ સહકે ઉદ્ઘસે. ૯ દીન, હીન, દુખીયાં સંભાળ, જીવ સહુના જે પ્રતિપાળ, શિવ મંદિર પણ દિસે ઘણાં, મુસલમાન ગુણ નહિ છે મણા. ૧૦
વાપિ વનિતા સાબરમતી વળી, પનઘટ શેભા અતિશય મળી; બાવન “વવા” કર શિણગાર, કાવ્ય થકી સુણજે શ્રીકાર. ૧૧ वापि वप्र विहार वर्ण वनिता वाग्नि वन वाटिका; वैद्य ब्राह्मण वारिवदि, विबुधा, वेश्या बणिग् वाहिनी;
૧ ગેળ. ૨ આર્ય. ૩. શરીર પુષ્ટ. ૪ વેપારી-વાણીઆ. પલીન. ૬ જિન મંદીર-દેરાસર. ૭ સુંદર. ૮ ચાર. ૮ વાવ,