________________
શ્રી શાંતિદાસ શેઠજીનો રાસ.
श्री सद्गुरुभ्योनमः
દુહા
સરસ વચન રસ સરસ્વતી, કવિજન કેરી માય; કર જે કરું વિનતિ, કર મુજ પસાય. શ્રી યુગાદિ જિનવરતણા, પદ પ્રણમું કરજેડી, ભવિમન વંછીત પૂરવા, કલ્પતરૂ સમ હડી. શાંતિનાથ પ્રભુ સેળમા, અભયદાન દાતાર પારેવે જણે રાખીએ, શરણાગત સાધાર. નેમનાથ બાવીશમા, નમિએ દીનદયાળ સમુદ્રવિજય કુલચદલે, મનમોહન ગુણમાળ. અશ્વસેન વામા સુત, શ્રી શ્રી પાર્શ્વ જિર્ણોદ. પ્રણમું તે બહુ પ્રેમર્યું, જસ મુખ પુનમચંદ. શાસન નાયક ચરમ જિન, મહાવીર વડ વીર; પ્રણમું હૈડે હેજર્યું, ધર્મ ધુરંધર વીર. એ પાંચે પરમેશ્વરા, એ છે શિવતરૂ કંદ; તે માટે ભવિ સેવ, મૂકી બીજા ફંદ. નિજ ગુરૂ ચરણ કમળ નમી, જ્ઞાન તણા દાતાર મુરખને પંડિત કરે, ગુરૂ ગુણ અપરંપાર. ગુરૂ આણા શિરપર ધરી, જે જે કરીએ કામ મન વંછીત ફળ પામીએ, શ્રી રાજસાગર સૂરિ નામ. ગુરૂ કૃપા જે કરી ઘણી, માથે મુક્યો હાથ; શાંતિશાહ સુત પરંપરા, જગજશ બહુલી આય. તસ કુળ વશ શિરામણી, વખતચંદ ગુણવત; ગુણ ગાવા ઉલટ ઘણે, સાંભળજો સહુ સંત.
૯
૧૦