________________
આ પ્રસ્તાવના અહિં સમાપ્ત થાય છે. આ પુસ્તક્માં જે જે ચરિત્ર નાયકે છે તે બધાનાં ચરિત્રો, તે ચરિત્ર લખનારાનાં ચરિત્ર સાથે જેટલી જેટલી હકીકત જે જે સ્થળેથી મળી શકી તે તે સ્થળેથી તેટલી તેટલી ભેગી કરી યથાશક્તિ લખી મેં સાદર જૈન પ્રજાગણુ સમક્ષ તેમજ અન્ય પ્રજા પાસે રજુ કર્યો છે. આ પુસ્તકની પ્રેરણા કરનાર પૂજ્ય મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી છે, અને તેમની જ જુદા જુદા પ્રકારની સહાયતાથી આ ચરિત્રો તથા પુસ્તક પ્રસિદ્ધ થયું છે, તે તેમને આ સમયે ઉપકાર માન્યા વગર રહી શકાતું નથી. વિશેષમાં તેમની સહાય અને આ મારો નમ્ર પ્રયત્ન ગતિમાં મૂકનાર પ્રસિદ્ધકર્તા શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારમંડળ અને તેને ઉમંગી કાર્યવાહક રા. લલ્લુભાઈ કરમચંદ દલાલના આભારનો ભાર અવશ્ય છેજ. તે આવા પ્રયત્નો, અને વિશેષે જૈનકાવ્ય સાહિત્ય ગુજરાતી પ્રેસના
બૃહત કાવ્યદોહન” કે વડોદરા મહારાજાશ્રિત પ્રાચીન કાવ્યમાળા” જેવા સ્વરૂપમાં સારી રીતે સંશોધન કરાવી તેવી સારી અનુકૂળ યોજના નીચે પ્રસિદ્ધ કરાવવામાં આવે, તે જૈનોએ ગુજરાતી સાહિત્યમાં શું અવનવું તેજ અપ્યું છે, રસ કેવો મધુર રેડ્યો છે, અને કેવી ભાવનામય ગાને ગાયાં છે, તેનું ભાન સ્પષ્ટ રીતે સર્વને કરાવી શકાય તેમ છે. અલબત આવું કાર્ય જરા મોટા પાયા પરનું છે, છતાં કઈ નહિ તે આવા ઐતિહાસિક રસો તથા ચરિત્ર પ્રસિદ્ધ કરવાનું શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ ગ્ય ધાર્યું છે એ ખુશી થવા જેવું છે. તે ઈતિહાસઉસિક અને વિદ બંધુઓ તે પ્રકારનાં સાધનો પૂરાં પાડવામાં મદદ આપશે તે તેમને ઉપકાર સર્વ સમાજપર રહેશે.
આમાં કંઈ અલન, દેશ આદિ થયે હોય તે માટે ક્ષમા માગી વિજજને પાસે તેની સુધારણા કરવાનું જણાવવાની પ્રાર્થના કરી વિરમું છું. પ્રિન્સેસ સ્ટ્રીટ. )
સંતસેવક, મુંબઈ
મેહનલાલ દલીચંદ દેસાઈ ૭-૫-૧૮૧૨.
બી. એ. એલ. એલ. બી.