________________
સર કર્યું. ત્યાં પાટણને સંધ પિતાને ગામ માસું કરવા માટે વિનતિ કરવા આવ્યું તે વિનતિ સ્વીકારી પાટણ વિહાર કર્યો. ત્યાં સામૈયું કરી સંધે પધરાવ્યા, અને અનુયોગદ્વાર સૂત્રની વાંચના કરી, ઉપધાન વહેવરાવ્યા; અને ત્યાંથી મેદી પ્રેમચંદ લવજી નામના સંઘપતિએ વિમલગિરિ સંધ કાઢ, તેમાં સામેલ થઈ આદિશ્વર પ્રભુને ભેટયા. સંવત ૧૮૩૮ માં લીંબડીમાં
માસું કરી ઉપધાન વહેવરાવ્યા. સંવત ૧૮૩૮ માં પણ ત્યાંજ ચાતુર્માસ ગાળ્યું, અને તેના પ્રભાવે ત્યાં ૧૦૮ માસક્ષમણ થયા. અહીંથી વિસનગર ચોમાસું કરી ત્યાં પણ શ્રાવિકાઓને ઉપધાન કરાવ્યાં, અને અષ્ટોત્તરી (અઢાઈ) સ્નાત્ર કર્યું, અને સમોસરણની રચના રચાવી. સંવત ૧૮૪૩ માં રાધનપુરમાં ચોમાસું કરી ભગવતીસૂત્રની વ્યાખ્યા કરી ત્યાંથી વિરમગામમાં ચૈત્ય પ્રતિષ્ઠા કરી. સંવત ૧૮૪૩ માં જેઠ માસમાં રાધનપુરના દેવરાજ મસાલીયાએ (કે જે મસાલીઆ કુટુંબ હજી પણ રાધનપુરમાં હયાત છે) ગેડીજી જાત્રા કરવા સંધ ચલાવ્યો. સં. ૧૮૪૪ માં પાટણ માસું કરવા આવ્યા, અને ત્યાં આચારાંગનું વ્યાખ્યાન ચલાવ્યું. આ વખતે પાટણમાં અનેક, લગભગ ૮૦ જિનમૂર્તિઓવાળા જિનપ્રાસાદે શેભતા હતા. તે વખતે સંવત ૧૮૪૪ ના માઘ માસની વદિ નવમી અને ગુરૂવારે શ્રી પદ્યવિજય મહારાજે બિંબ પ્રતિષ્ઠા કરી. આવી રીતે જિનશાસનને અનેક રીતે શોભાવી પિતે વિહાર કરતા રાધનપુર આવ્યા. ત્યાં એક ચોમાસું કરી ફરી પાટણ આવ્યા. અહીં આવશ્યક નિર્યુક્તિ વાંચી શ્રાવકને પ્રમુદિત કર્યા. અહીંથી બે ચોમાસા રાધનપુર કરી ત્યાં પન્નવણા (પ્રજ્ઞાપના) સુત્રનું વ્યાખ્યાન કર્યું. ત્યાંથી ઉપધાન માળા પહેરાવવા માટે પાટણ ગયા અને ત્યાં બાર વ્રત અને વિધ,શ્રાવિકાએએ વહ્યા. સંવત ૧૮૪૮ માં રાધણપુર ચોમાસું કર્યું, પછી વિમલાચલ યાત્રા કરી ત્યાંથી સુરત જવા લીબડી ગયા અને પછી સુરત આવ્યા ત્યારે સંધવી પ્રેમચંદ લવજી પ્રમુખે જબરું સામૈયું કરી ગુરૂને પધરાવ્યા ત્યાં પત્રવસૂત્ર પૂરું કરી મહાભાષ્યની વ્યાખ્યા કરી ઉપધાન વહેવરાવ્યાં ત્યાંથી રદેર જઈ સ્થાનકવાસી સાથે જયપૂર્વક વાદ કર્યો, અને ખંભાત આવ્યા. અહીંથી ફરી સિદ્ધાચળની યાત્રા કરી લીંબડી આવ્યા. ત્યાં સામૈયું થયું, અને રાયપસેણુસૂત્ર વાંચ્યું. અહીં પણ સ્થાનકવાસી સાથે વાદવિવાદ થયે, અને તેને દૂર કર્યો. અહીં સંઘે બહુ સારી સુકૃપા કરી, પછી હદયરામ દિવાનને ગેડીની યાત્રા અથે સંધ નીકળે તેમાં ગુરૂ જોડાયા, અને ફરી લીંબડી
માસું કર્યું. આ વખતે જબુદ્વિપ પ્રજ્ઞપ્તિ વાંચી. પછી એટલે સં. ૧૮૫૩ માં રાજનગરમાં મામું કર્યું અને ત્યાં સૂયગડાંગ સત્રનું વ્યાખ્યાન કર્યું.