________________
અહીં શ્રીમાળી જ્ઞાતિના શ્રી લક્ષ્મીચંદશેઠે સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા ગુરૂ પાસે સંવત ૧૮૫૪ ના મહા વદ ૫ ને સોમવારને દિને શુભ મુહૂર્ત કરાવી, અને તેમાં છર જિન મૂર્તિઓ અને ૪૮ સિદ્ધચક્રની પ્રતિષ્ઠા કરી. પછી રાજનગરના ઓશવંશના હર્ષચંદ સંઘએ માટે સંઘ વિમલગિરિની યાત્રા કરવા કાર્યો. ત્યાર પછી સં. ૧૮૫૭ માં સંઘને એ ઉપદેશ કર્યો કે સમેતશિખરમાં જીર્ણોદ્ધાર કરાવવાની ઘણી જરૂર છે. આથી સંઘે તેમજ ખાસ કરી શ્રી ખેમા લાલાની મદદથી જીર્ણોદ્ધાર કરાવ્યો. પછી સં. ૧૮૫૮ માં લીંબડી ચોમાસું કર્યું. ત્યાંથી ૧૮૫૮માં અમદાવાદ આવી શ્રી ગુરૂએ વૈશાખ શુદ ૭ ગુરૂવારે પ્રતિષ્ઠા કરી. અહીં રાજનગરમાં બે ચોમાસાં કરી પાટણ વિહાર કર્યો. ત્યાં ભગવતી સૂત્રની વાંચના કરી જ્ઞાનપૂજા શા રાયચંદ (મીઠાચંદ લાધાચંદ ના પુત્ર) પાસે કરાવી, બીજા પ્રભાવનાનાં કાર્યો કર્યા. ભગવતી સૂત્ર પૂરું થયું ત્યારે રાજનગરથી શા. કર્મચંદશેઠ ખાસ કરી આવ્યા અને સામૈયા સાથે મેટા મહિમા થયો. નકારસી સામીવચ્છલ આદિ થયાં અને સંઘમાં જયજયકાર વર્તાય.
દેત્સર્ગ. હવે ગુરૂને મસ્તકના અર્ધ ભાગમાં વ્યાધિ લાગુ પડ્યો, છતાં સમાધિ રહી ૨૮ દિવસ સુધી ઉત્તરાધ્યયન સૂત્રની આરાધના કરી સંવત્ ૧૮૬૨ ના ચૈત્ર સુદ ૪ બુધને દિને, ચારે અશનાદિકનો ત્યાગ કર્યો અને સાંજે પડિકમણું કર્યા પછી થોડી જ વારમાં સ્વર્ગપદ પામ્યા. આના સ્મારકમાં ભસ્મજાલ છોડાવી અનેક ધર્મદાન સંઘ કા.
ઉપસંહાર વિમળાચળની તેર વાર, ગિરનારની ત્રણ વાર, સંખેશ્વરની એકવીશ વાર, ગેડી પ્રભુની ત્રણ વાર, તારંગાજીની પાંચ વાર, અને આબુજીની એક વાર યાત્રા કરી છે. આવી રીતે તીર્થયાત્રા કરી ગુરૂએ પુણને સારો ભાગ લીધે છે. વળી પોતે કવિ હતા અને ૫૫૦૦૦ નવા ક્ષેક કરેલ છે. ગૃહવાસમાં ૧૪ વર્ષ રહી દીક્ષા લીધી, અને ૫૦ વર્ષ દીક્ષા પાળી.
ગુરૂપરંપરા - વીરતૃતિરૂપ ઉડીનું સ્તવન શ્રીમદ્દ યશોવિજયજીએ રચ્યું છે, તેપર શ્રી પદ્યવિજ્યજી મહારાજે બાલાવબેધ કરેલ છે (સંવત ૧૮૪૯ વસંતપંચમી બુધવાર.) આમાં પિતાની પ્રશસ્તિ નીચે પ્રમાણે સંસ્કૃતમાં આપી છે –
सूरि विजयदेवानज्य स्तपोगच्छाधि नायकः । विख्यात स्त्रिजगत्यासीद् विद्यया गुरुसन्निभः॥१॥ तस्य पट्टोदयाद्री श्री विजय प्रभसूरिराट् । आदित्य इव तेजस्वी सिंहवञ्च पराक्रमी ।। २ ॥