________________
પટ
@@@Kid શ્રી પદ્મવિજયજી. 3BOBIOGR
પૃષ્ઠ ૧૭૨-૧૯૩.
૧.
જન્મ, માતપિતા.
ગુર્જર દેશમાં રાજનગર શહેરની શામલદાસની પાળમાં શાહ ગણેશ નામના શ્રીમાળી જ્ઞાતિના વિષ્ણુક વસતા હતા. તેની ભાર્યાનું નામ અમકુ હતું. આ દંપતિને સંવત્ ૧૭૯૨ ના ભાદ્રપદ શુદ્ધિ ૨ નૈદિને એક પુત્ર થયા કે જેનું નામ પાનાચંદ સ્થાપવામાં આવ્યું. પુત્રની છ વર્ષની વય થતાં તેની માતા મરણ પામ્યાં, અને સાતમે વર્ષે તેને નિશાળે મૂકવામાં આવ્યેા. અગીઆર વર્ષ સુધી નિશાળનું ભણતર શીખી લીધું. આની માસીનું નામ જીવી હતું; તેણી નવતત્ત્વાદિક પ્રકરણમાં બહુ સારી રીતે કુશળતા ધરાવતી હતી અને તેણીએ ભાણેજને તે શીખવવા માંડ્યાં. તેરમે વર્ષે ઉત્તમવિજયજી ગુરૂ આવ્યા, ત્યાં પેાતાના મામાની સાથે વ્યાખ્યાન સાંભળવા કુમાર જવા લાગ્યા. વ્યાખ્યાનમાં પ્રજ્ઞાપનાસૂત્ર વંચાતું હતું અને પારસી થયા પછી શ્રી ઋષભદેવ ચિરત્ર વંચાતું હતું, તેમાં મહાબલમુનિના અધિકાર આવ્યા ત્યારે કુમારનું હૃદય બહુ ભીનું વૈરાગ્યવાળું થયું.
દીક્ષા,
જીવીમાસીએ સંયમ દુષ્કર છે, એમ અનેક જાતની સલાહ આપી, પિતાએ પણ ત્યાગી થતાં વાર્યાં, પણ કુમાર એકના બે થયા નહિ, પછી ગુરૂને આ વાત કહેવામાં આવતાં જોષી પાસે દીક્ષા માટેનું મુહૂર્ત જોવરાવતાં મહા શુદ ૫ નું ર્યું અને આખરે સંવત્ ૧૮૦૫ મહા શુદિ ૫ ને દિને ( વસંતપંચમી ) દીક્ષા, રાજનગરમાં પાચ્છા વાડીમાં લીધી, અને પદ્મવિજય નામ સ્થાપિત થયું.
3. શાયાભ્યાસ.
આ પછી શાસ્ત્રાભ્યાસ સારી રીતે કરવા લાગ્યા. ગુરૂ પાસે આચાર સાથે ખીન શાસ્ત્ર શીખ્યા. સુવિધિવિજય મહારાજ પાસે રહી સુરતમાં શબ્દશાસ્ત્ર (વ્યાકરણ) શીખ્યા. વળી મદાલસા આદિ પંચકાવ્ય, છંદશાસ્ત્ર, અને અલકારશાસ્ત્રના અભ્યાસ કર્યાં. પછી તારાચંદ સધવીની સહાયથી ન્યાયશાસ્ત્ર ભણવાના પ્રબંધ થયા. મહાભાષ્ય, તથા અગઉપાંગ, પાંચ કમ્ભગ્રંથ, કર્મપ્રકૃતિ વિગેરેના અભ્યાસ કર્યાં.