________________
૫
દિવસ તાવ આવ્યેા તેની પીડા નવ દિવસ સુધી રહી, પરંતુ આર્તધ્યાન ન થતાં ધર્મધ્યાનમાં ચિત્ત દૃઢ રહ્યું અને સંવત્ ૧૮૨૭ મહા શુદ્ધિ - તે દિને ૬૭ વર્ષની વયે દેહ મૂકયા. આવી રીતે ૩૮ વર્ષે ગૃહવાસમાં રહી, ૨૯ વર્ષ દીક્ષાપર્યાય પાણ્યા, અગર ચંદનાદિથી રાગી શ્રાવકાએ દેહના અગ્નિ સસ્કાર કર્યાં, અને ગુરૂના સ્મરણાર્થે હરિપુરામાં ગુરૂના સ્થભ કરાવ્યેા.
કૃતિ.
૧. જિનવિજય નિર્વાણુ રાસ.
૨. અષ્ટપ્રકારી પૂન. સં. ૧૮૨૩
રાસકાર શ્રી પદ્મવિજય.
આ રાસ કરનાર શ્રી પદ્મવિજય ઉપરના ચરિત્રનાયક ઉત્તમવિજયજીનાજ શિષ્ય હતા. તેમણે આ રાસ સં. ૧૮૨૮ ના પોષ મહિનાની ૭ ને સૂર્યવાર ( રવિવાર )ને દિને પૂર્ણ કર્યાં છે; તે લગભગ પાતાના ગુરૂના સ્વર્ગગમન પછી એક વર્ષ. તેથી આની વિશ્વસનીયતા પૂરી લાગે છે. આ રાસકારનું જીવન તથા કૃતિ આ પછી જ જોએ છીએ એટલે અહીં વિશેષ લ ખવાનું રહેતું નથી.