________________
પહ
ભકારકશ્રી પાસે આદેશ માગે અને ત્યાં બીજું ચોમાસું રહ્યા. ઉપધાન, સ્વામીવત્સલ, ઘણાં થયાં. બે શિષ્યને દીક્ષા દીધી. પછી નવસારી જાત્રા કરી. ત્યાં નવાનગરથી વિનતિ આવી. ગુરૂ ખંભાત આવી એક શિષ્યને દીક્ષા આપી, ત્યાંથી અમદાવાદ, ભાવનગર, વિમલાચલ, ગિરનાર એમ વિહાર કરી નવાનગર ચોમાસું કર્યું અને ત્યાં ઉપધાન વહેવરાવ્યાં. ત્યાંથી રાધનપુર ઉત્સવપૂર્વક આવ્યા. ભગવતીસૂત્ર વાંચ્યું અને ઉપધાન વહેવરાવ્યાં. પછી સંઘ સાથે શંખેશ્વર પાર્શ્વનાથની, નવાનગરથી રૈવતગિરીની, અને સિદ્ધક્ષેત્રની જાત્રા કરી ભાવનગર આવ્યા. ત્યાં સૂત્રકૃતાંગ સટીક વાંચ્યું અને ઉપધાન માલારોપણ કરાવ્યું. પછી ખંભાત આવી બે શિષ્યને દીક્ષા આપી. ત્યાંથી રાજનગર અને ત્યાંથી દક્ષિણદેશ વિહાર કર્યો, ત્યાંથી પાછી ફરી સુરત શહેર બે ચોમાસાં કર્યો. પછી બુહરાનપુરના સંઘની વિનતી આવી, પરંતુ પિતાની વૃદ્ધાવસ્થા આવવાથી ત્યાં વિહાર ન કર્યો અને પિતાના શિષ્યોને ત્યાં મેલી આપ્યા, અને પોતે સુરત રહ્યા. આ વખતે ચાંપાનેરથી કમલશાહ શેઠ આવ્યા અને પિતાને ગામ આવવા વિનતિ કરી. બહુ આગ્રહથી ચાંપાનેર ગયા, અને ત્યાં ચેમાસું કર્યું. ત્યાં પણ ઉપધાન અને માલા ૫હેરાવી લીબડી બે ચોમાસાં કર્યો. અહીં પણ ઉપધાન વહેવરાવ્યા. ત્યાં બુહરાનપુર મોકલેલા શિષ્યો સિદ્ધાચલની જાત્રા અર્થે આવ્યા, અને તેથી પાલીતાણે જઈ પ્રતિષ્ઠા કીધી. પછી પાટણની વિનતિ આવવાથી પાટણ આવી ઉપધાન વહેવરાવી રાધનપુરમાં બે માસાં કર્યો. ત્યાંથી તારાચંદ કચરાને સંધ લઈ તારંગા, આબુ, સંખેશ્વર પાર્શ્વપ્રભુની યાત્રા કરી પાછા રાધનપુર આવ્યા. ત્યાંથી સેઈ ગામમાં આવી બિંબપ્રતિષ્ઠા કરી અને પછી સિદ્ધપુર આવ્યા. ત્યાંથી પાદરા ચોમાસું રહ્યા અને વડોદરે વર્ષાઋતુ બેસી જવાથી વિનતિ છતાં જવાયું નહિ. પછી સૂરતની વિનતિ આવી તેથી ત્યાં જવા ડભોઈ આવ્યા (લેઢણ પાસની જાત્રા કરી), ત્યાંથી પાટણ, અને પાટણથી સુરત આવ્યા. અહીં ગુરૂભાઈ શ્રી ખુશાલવિજય પંન્યાસ સાથે રહ્યા. તેમની સાથે અને તેમના શિષ્યો સાથે શ્રી ઉત્તમવિજયજી અને તેના પરિવારને ઘણો સંપ હતું. અહીં ચોમાસું કર્યું.
નેત્ર તથા શરીર વ્યાધિ અને સ્વર્ગગમન. અહીં શ્રી ઉત્તમવિજયજીને આંખે બહુ પીડા થઈ, ઘણાં એસડસડ કર્યો, પણ કારી ફાવી નહિ અને નેત્ર રત્નને ખેડ આવી. ભાવી ભાવ મટતા નથી. પછી રાજનગરની વિનતિ આવવાથી રાજનગર આવ્યા. અહીં એક