________________
દેવસૂરિ, વિજયતિલકસૂરિ, વિજ્યાનંદસૂરિ, રાજસાગરસૂરિ વગેરે હતા જેઓનાં વ્યાખ્યાનોને તેઓ પ્રેમપૂર્વક લાભ લેતા હતા. શ્રી માનવિજ્ય ઉપાધ્યાયે પિતાને અપૂર્વ ગ્રંથ નામે “ધર્મસંગ્રહ” શ્રી શાંતિદાસ શેઠના આગ્રહથી કરેલ છે એવું તેની પ્રશસ્તિપરથી જણાય છે.
૬, વંશજે. શ્રી શાંતિદાસ શેઠનો વંશ કલ્પવૃક્ષસમ વધી ફુલી-ફાળી અત્યારના સમયમાં પણ સારી સ્થિતિએ હતી ધરાવે છે. શાંતિદાસ શેઠની એટલી બધી પ્રસિદ્ધિ અને મહત્તા હતી કે તેમને લઈને તેમના વંશજોને અનેક સનંદ, માનમરતબા, રાજ્યાદર, પ્રજા તરફથી શેઠાઈધન્યવાદ મળેલ છે, અને તેના વંશજેમાં મુખ્ય પણે જે હોય તેને હજુ પણ અમદાવાદમાં “નગરશેઠ” તરીકેનું બિરૂદ આપવામાં આવે છે. શાંતિદાસ શેઠમાં રહેલ વિવેક, વિનય, દુરંદેશી, પ્રજારક્ષણ, પરેપકાર, ધર્મવૃત્તિ વગેરે સદ્ગણો તેમના વંશજોમાં ઉત્તરોત્તર ચાલ્યાં આવ્યાં છે.
લક્ષ્મીચંદ શેઠ. શાંતિદાસ શેઠના પાંચ પુત્ર હતા, તે પૈકી લક્ષ્મીચંદશેઠે ગુજરાતના તે વખતના સુબા શાહજાદા મુરાદબક્ષને રૂ. ૫૫૦૦૦૦ સાડાપાંચલાખ ધીર્યા હતા; શાહજહાં બાદશાહ મરણતોલ માંદો હતા અને તેના ચાર પુત્રો દારા, સુજા, મુરાદ અને ઔરંગજેબ (એ ચારે ભાઈ ભાઈઓ) વચ્ચે ગાદી માટે લડાઈ થઈ. મુરાદને શહેનશાહ થવાની ધારણું હતી અને તેથી લશ્કર ભેગું કરતું હતું. આ માટે ઉપલા રૂપીઆ તેણે લીધા હતા. તેણે લશ્કર ભેગું કરી ઔરંગજેબને મળી દીલ્લી જઈ લડાઈ કરી હતી. આ વખતે ગુજરાતનો પ્રખ્યાત લુંટાર કાનજીકળી ઘણું લુંટ ચલાવતો હતો. ઈસ્વીસન ૧૬૫૭ માં મુરાદબક્ષે લક્ષ્મીચંદશેઠ પાસેથી સાડાપાંચ લાખ, શાંતિદાસ શેઠના ભાગીઆ રહીદાસ (કે જે મંગળ રહીદાસ કહેવાય છે તે) પાસેથી રૂ. ૪૦૦૦૦ ચાલીશહજાર તથા સાનમલ તથા બીજા પાસેથી ૮૦૦૦૦ અઠાસ હજાર લીધા હતા અને આજ મદદથી મોટું લશ્કર ઉભું કરી એરંગજેબ સાથે દીલ્હી ગયા હતા. ઈ. સ. ૧૬૫૮ માં મુરાદે જશવંતસિંહ સામે ઉજજૈન આગળ લડાઈ કરી ઉજજન લીધું, અને તે ઉજજન મુકામથી જ મુરાદે હુકમ લખ્યો કે, લક્ષ્મીચંદને દેઢલાખ સુરતની ઉપજમાંથી, એક લાખ ખંભાતની ઉપજમાંથી, પચાસહજાર ભરૂચની આમદાનીમાંથી, પીસ્તાલીસહજાર વીરમગામની અને ત્રીશહજાર મીઠાની ઉપજમાંથી વગેરે કુલ મળી સાડાપાંચ લાખ