________________
રૂપૈયા તરત આપી દેજે. તેજ સાલમાં મુરાદ તેના ભાઈ ઔરંગજેબના દગાથી ફસાયો અને મથુરામાં કેદ થયો. (આ મુરાદ ગુજરાતની સુબાગીરી ઉપર ઈ. સ. ૧૬૫૪ માં નીમાયો હતે.)
લક્ષ્મીચંદ શેઠને વ્યાપાર ઘણું બહોળા પ્રમાણમાં પથરાયો હતો, અને તેથી ઘણું પૈસા જુદા જુદા વેપારી તથા ગુમાસ્તા વર્ગ પાસે શેઠના લેણું નીકળતા હતા, અને તે દેવાદારે નાણું આપતા નહતા આને માટે શેઠે ખુદ બાદશાહ ઔરંગજેબને લેખિત હુકમ લીધું હતું, તેમાં જણાવેલું હતું કે – “પાદશાહી હુકમ ફરમાવવામાં આવે છે કે એ લખમીચંદ શેઠનું જે લોકો પાસે લહેણું હેય ને તે કહેણની સચાઈ સાબીત થવાથી તેને તેને હિસાબ સાબીત કરવામાં જે મદદ અને કેશીશ કરવી જોઈએ તે કરવી, એટલા માટે કે દેણદારો તેનું દેણું ડુબાવે નહિ.” આ ઉપરથી શાંતિદાસ શેઠના કુટુંબને ખુદ પાદશાહ સાથે કેટલો બધો મરતબન્માન હશે તે સ્પષ્ટ પ્રતીત થશે, જુઓ નવાઢ નં. ૨.
ખુશાલચંદ શેઠ, લક્ષ્મીચંદ શેઠના પુત્ર ખુશાલચંદ શેઠ થયા. તેમણે પણ અદ્ભુત પરાક્રમ કરી જૈન કેમના સ્તંભ તરીકે જૈન કેમને ગર્વથી આનંદિત થવાનું કારણ આપ્યું છે. સને ૧૭૨૦ માં ગુજરાતના સુબા અજીતસિંહ તરફથી અનુપસિંહ ભંડારી કામ કરતો હતો, તે અનુપસિંહ ઘણે જુલમી હતો અને તેણે પાંજરાપોળવાળા ઓસવાળ કપૂરશાહ ભણશાલી કે જે માટે વેપારી શ્રીમંત હતો તેનું હીચકારાપણે ખૂન કરાવ્યું, ત્યાર પછી નિઝામુઉલ્યુકે પિતાના કાકા હમીદખાનને સરસુબે ઠરાવી પિતે દીલ્લી ગયો. પછી તેમને તથા બાદશાહ વચ્ચે વિરોધ થયો તે ૧૭૨૪ માં શિરબુલંદખાનને સુબો ઠરાવ્યું. એ સુબાએ પોતાની વતી સુજાદીખાનને મોકલ્યો. તેણે આવી હમીદખાન પાસેથી અમદાવાદ લઈ લીધું ને હમીદખાન શહેર છેડી જતા રો. તે તેને પુછતે ગયો કે ગુજરાત ફરી ક્યારે દેખીશું? પછી દાહોદ જઈ મરાઠી શાહુરાજાના સરદાર કંથાઇને મળી બંદોબસ્ત કર્યો કે, કંથાજીએ
* આ એક અમદાવાદના જૈન ઓસવાળ શ્રીમંત હતા. તે ઘણું શરીર અને તેજસ્વી હતા, તેના સંબંધમાં એક રાસડે અમદાવાદમાં ગવાતો હતો તેની પ્રથમ બે કડી આ પ્રમાણે છે:-“હા હા મદનપાળ, છ છો કપુરશા ઓસવાલ” આ રિાવાય બાકી પ્રાપ્ત થતું નથી. આમાં મદનપાલ પેશ્વા મરાઠાને સુબે હતા એમ કહેવામાં આવે છે. આ બે કડીથી લડાઈ થઈ હોય. એવું દેખાય છે.