________________
કે, “તે દહેરામાં જે જે નવું કરાવ્યું હોય અને મહેરાબો તે પર કરેલ છે તે કઢાવી નાંખવી અને મકાન મજકુર શેઠને હવાલે કરવું તેમજ પ્રથમના દસ્તુર (રીવાજ) માફક તે મકાન તેમના કબજામાં રહે; અને હરેક રીતે તે પિતાની મરજી પ્રમાણે પિતાના ધર્માનુસાર વાપરી તેમાં પરમેશ્વરનું ભજન કરે, તેમાં કોઈ આદમી ઈજા કરે નહિ, તથા બીજા ફકીર લેકે તે જગામાં મકાન કરી રહ્યા છે તેમને ત્યાંથી કઢાવી મૂકવા. બીજા વહેરા લોકો એ દેવલની ઇમારત ઉઠાવી લઈ ગયા છે તે તેમની પાસેથી તે ચીજો લઈ એમને પહોંચાડજો અગર એમને સામાનને ખર્ચ કર્યો હોય તેની કીંમત તેમની પાસેથી લઈ શાંતિદાસને પહોંચાડજો. આ બાબતમાં તમામ તાકીદ જાણીને હુકમ કેરાવશે.”
આપરથી જણાય છે કે શાંતિદાસને પ્રજા સાથે ઘણે ઉદાર અને વિશાલ સંબંધ હતો, તેમજ રાજાઓને અને ઠેઠ બાદશાહને આશ્રય ઘણે હતું. જેની પાછળ સમગ્ર પ્રજા છે, અને જે પ્રજાનું જ કલ્યાણ, રક્ષણ કરવા સર્વદા તન, મન, ધનથી તત્પર રહે છે તેમને પછી રાજ્ય અમલદારો તેમજ રાજ્યાધીશ, પૂર્ણ ભાન અવશ્ય આપેજ એમાં કંઈ આશ્ચર્ય નથી. પ્રજાના હિતની સાથે જે રાજ્યનું પણ ભલું ચાહે છે, તે રાજ્ય અને પ્રજા બને તરફથી માન, મરતબો મેળવે છે, અને આવી રીતે બન્નેનું ભલું ચાહનાર જગતમાં કોઈ વિરલા જ હોય છે. કહ્યું છે કે –
नरपतिहितकर्ता द्वेष्यतां याति लोके । जनपदहितको त्यज्यते पार्थिवेन ॥ इति महति विरोधे विद्यमाने समाजे ।
नृपतिजनपदानां दुर्लभः कार्यकर्ता ॥
અર્થ:-(એકલા) રાજાનું હિત કરનાર લોકમાં દેષને પામે છેનિંદાય છે, ( એલા) લેકોનું હિત કરનાર રાજાથી જાય છે, આવી રીતે એક બીજામાં આટલો બધો વિરોધ હોવાથી રાજા અને પ્રજા (લોક ) બન્નેનું કાર્ય હિત સાધનાર ખરેખર દુર્લભ છે.
૫. સમકાલીન ઉત્તમ મુનિવરે શ્રી શાંતિદાસ શેઠને જૈન ધર્મપર અચલ શ્રદ્ધા હતી. તેઓના સમકાલીન-ઉપાધ્યાય શ્રી માનવિજયજી, યશવિજય, જ્ઞાનવિમલસૂરિ, વિજયસેનસૂરિ, વિજયસિંહસૂરિ, શ્રી ધર્મસાગર ઉપાધ્યાય. વિજ્યસેનસૂરિ, વિજય