________________
છે, ત્યાં ચોમાસું કર્યું. પછી નાડેલ પદ્મપ્રભુને નમી, વરકાણે શ્રી પાર્શ્વપ્રભુને ભેટયા; આમ અનેક તીર્થયાત્રા કરી પાટણ ચોમાસું કર્યું. પછી સંઘ લઈ સંખેસર પાસની જાત્રા કરી; પછી નવાનગર, ગિરનાર, સિદ્ધાચલ, ભાવ નગર વિહાર કર્યો. રાજનગરથી ત્રણ જણ દીક્ષા લેવા આવ્યા અને તેમને દીક્ષા આપી. પછી અમદાવાદ આવ્યા. અહીં ચોમાસાં કરી (પ્રેમપુરમાં), વડેદરા, સુરત આવ્યા. સુરતમાં સઈદપુરામાં રહ્યા ત્યાં નંદીશ્વર અડાઈ મહોત્સવ થયો. ત્યાર પછી ગંધાર, આમેદ, જંબુસર, ત્યાંથી પાદરા, (કે જ્યાં વાસુપૂજ્યનું દહેરું છે) આવ્યા, અહીં ચોમાસું કર્યું.
સ્વર્ગગમન. પાદરામાં ચોમાસું રહ્યા, અહીં આઠ દિવસની માંદગી ભોગવી પણ ધ્યાનમાંજ મન લીન રાખી સં. ૧૭૮ટ ના શ્રાવણ સુદ ૧૦ ને મુંજવારને દિને સ્વર્ગગમન કર્યું. આ વખતે તેમની ઉમર ૪૭ સડતાલીસ વર્ષની હતી. કાયાને અગ્નિસંસ્કાર નગરની બહાર સરોવર પાસે સુખડ અગરથી કર્યો. અને ત્યાં કિસન પ્રમુખ શ્રાવકે તેને સ્થભ રચા.
રસકાર શ્રી ઉત્તમવિજય. આ રાસ શ્રી જિનવિજ્યના શિષ્ય શ્રી ઉત્તમવિયે, માનવિજય ગુરૂના કહ્યાથી રચ્યો છે. શ્રી ઉત્તમવિયનું ચરિત્ર હવે પછી જોઈશું.
જિનવિજ્યજીની કૃતિઓ. જ્ઞાનપાંચમનું મેટું સ્તવન. સં. ૧૭૮૩ પાટણમાં ચોવીશી, પૃ. ૨૭૩–૨૮૩ જૈન કાવ્ય સાર; અથવા ચોવીશીવીશી સંગ્રહ એકાદશી સ્તવન સં. ૧૭૮૫ (બાણનંદ મુનિચંદ વર્ષ) રાજનગર.