________________
પર
રીતે નિર્વહવા ગ્ય છે અને કેવી કેવી દુર્ધટતા છે તે સમજાવ્યું, છતાં કુમારે તે ધ્યાનમાં લઇ તે પ્રમાણે અનુસરવા નિશ્ચય બતાવ્યું. પછી તેણે માબાપની રજા લઈ સંવત ૧૭૭૦ કાર્તિક માસની વદિ ૬ ને વાર બુધવારે ભાવપૂર્વક દીક્ષા અંગિકાર કરી. સમાવિયે તેમનું નામ જિનવિજય પાડ્યું.
ગુરૂ સાથે વિહાર રાજનગરથી વિહાર કરી ગુરૂ શિષ્ય પાટણ આવ્યા. અહીં પાટણના મુખ્ય શ્રાવક શા નષભે (રીખભ) અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. (સં. ૧૭૭૪) આ પ્રતિષ્ઠા, વખતે કપૂરવિજ્ય અને ક્ષમાવિજય હતા, અને તે વખતે જિનવિજ્ય પણ સાથે હતા. આને અંતે સં. ૧૭૭૪ માં સ્વામી વત્સલ કર્યું, અને સંધના કહેવાથી ચોમાસું પાટણમાં રાખ્યું. શ્રી કરવિજયજી સં. ૧૭૭૫ શ્રાવણ વદ ૧૪ ને સેમવારે સ્વર્ગલોક પહોંચ્યા. (જુઓ પૃ. ૧૨૪ ) પાટણથી અનુક્રમે ગામોગામ વિહાર કરતા રાજનગર આવ્યા, ત્યાં શ્રી સંઘ હર્ષ પામ્યો ઉપધાન, વ્રત, પ્રભાવના વગેરે પુષ્કળ થયાં. માંડવી પિાળમાં ચોમાસું રહ્યા. પિતાના ગુરૂ ક્ષમાવિય સાથે દક્ષિણમાં વિહાર કર્યો, ત્યાંથી ખંભાત તીર્થ, કાવી તીર્થ, જબુસર, ભરૂચ અને ત્યાંથી સુરત આવ્યા ત્યાં પુરપ્રવેશોત્સવ ગાજતેવાજતે કરવામાં આવ્યો. અહીં સં. ૧૭૮૦ માં ચોમાસું કર્યું. ત્યાર પછી ક્ષમાવિજય ગુરૂ જબુસર આવ્યા. પછી ક્ષમાવિજય ગુરૂએ પિતાના શિષ્ય જિનવિજય પંન્યાસને રાજનગર મેલાવ્યા તેથી ત્યાંને સંધ ખુશી થશે. ત્યાર પછી સંધની વિનતિથી ક્ષમાવિજ્ય ગુરૂજી પણ જબુસરથી વિચારીને રાજનગર આવ્યા. જિનવિજ્યજી સામા આવ્યા અને સંઘે ઉત્સવ કર્યો. ત્યાં વ્યાધિ થતાં છેલ્લી અવસ્થા જાણું બધે સંધ શિષ્ય જિનવિજ્યને ભળાવી ગુરૂ ક્ષમાવિજ્ય સં. ૧૭૮૨ આસો સુદ ૧૧ ને દિને સુરક પધાર્યા.
વિહાર. હવે જિનવિજય પંન્યાસ વિહાર કરે છે અને ભવ્યને પ્રતિબંધ છે. અમદાવાદથી નીકળી ભાવનગર આવી ઘેઘે ચોમાસું કર્યું. ત્યાંથી સિદ્ધાચલની યાત્રા કરી શખેસરની યાત્રાર્થે નીકળ્યા. પાટણ આવી આબુગઢની સંઘ સહિત યાત્રા કરી. પછી શીરહી, સાદડી, રાણપુર, ઘાણેરા (કે જ્યાં વિરપ્રભુનું મંદિર છે ) ત્યાં જઈ નડુલ (નાદલી) કે જ્યાં નેમિનાથને પ્રાસાદા